નવી દિલ્હી: ચંદ્વયાન (Chandrayaan 2) નું વિક્રમ લેંડર (Vikram Lander) આજે (7 સપ્ટેમ્બર) રાત્રે લગભગ 2 વાગે ચંદ્વમા (Moon)ની ધરતી પર લેન્ડ કરશે. તેને લઇને દુનિયાભરની નજર ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ISRO) પર ટકેલી છે. ભારતમાં બાળકોથી માંડીને મોટા ચંદ્વયાન-2 ની જ ચર્ચા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra modi) ખૂબ ઉત્સાહિત છે. તે આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે ISRO ના મુખ્યાલયમાં હાજર રહેશે. આ રોમાંચક પળને લઇને દરેક હિંદુસ્તાનીના મગજમાં અલગ-અલગ પ્રકારની વાતો ચાલી રહી છે. શું થશે કેવી રીતે લેડિંગ થશે વગેરે વગેરે. લોકોના મગજમાં ચાલી રહેલી ઉથલ પાથલને જોતાં અમે તમારા માટે એક એવો વીડિયો લઇને આવ્યા છીએ, જેમાં તમે પુરી રીતે સમજી શકશો કે ચંદ્વયાન-2 (Chandrayaan 2) કેવી રીતે બન્યું, કેવી રીતે લેન્ડ કરશે વગેરે બધી જ જાણકારી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE : દેશનું ગૌરવ વધારશે ચંદ્રયાન-2, ચંદ્ર પર હશે માત્ર આપણું નામ


આ વીડિયો ISRO એ પોતે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. આ વીડિયોમાં એનીમેશન દ્વારા સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે ચંદ્વયાન (Chandrayaan)નું નિર્માણ કેવી રીતે થયું, ચંદ્વની ધરતી પર કેવી રીતે લેન્ડ કરશે. જુઓ વીડિયો:-



સોફ્ટ લેન્ડિંગને લઇને આશ્વસ્ત છે ISRO પ્રમુખ
ચંદ્વયાન (Chandrayaan) ની સફળ લેન્ડિંગને લઇને ભલે સામાન્ય લોકોના મગજમાં ઉથલ પાથલ ચાલી રહી છે, પરંતુ  ISRO આશ્વસ્ત છે. ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ISRO) ચીફ કે સિવન (K Sivan) એ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં કહ્યું કે 'અમે એક જગ્યા પર ઉતારવા જઇ રહ્યા છીએ, જ્યાં આ પહેલાં કોઇ ગયું નથી. અમે સોફ્ટ લેન્ડિંગ વિશે આશ્વસ્ત છે. અમે રાતની રાહ જોઇ રહ્યા છીએ.  


અહીં તમને જણાવી દઇએ કે ચંદ્વયાન-2 (Chandrayaan 2) નું વિક્રમ લેન્ડર (Vikram Lander) જો સોફ્ટ લેન્ડિંગમાં સફળ રહે છે તો આ એક રેકોર્ડ હશે. આજથી પહેલાં રૂસ, અમેરિકા અને ચીન પછી ભારત એવી ઉપબ્ધિ પ્રાપ્ત કરનાર દુનિયાનો ચોથો દેશ બની જશે. સાથે જ ભારત ચંદ્વના દક્ષિણી ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પહેલો દેશ બની જશે.


વિક્રમ લેન્ડર (Vikram Lander) ની સાથે પ્રજ્ઞાન નામનું રોવર પણ ચંદ્વ પર જઇ રહ્યું છે. ઇસરોનો દાવો છે કે ચંદ્વના દક્ષિણે ધ્રુવ પર પહેલીવાર કોઇ દેશ પગ મુકશે. ચંદ્બ તો ખૂબ મોટો છે, પરંતુ ભારત પોતાની શોધને તેના દક્ષિણી ધ્રુવ પર જ કેમ ઉતારી રહ્યો છે? આ પ્રશ્નનો જવાબ અહીં મળશે.  


વૈજ્ઞાનિકોના અનુસાર ચંદ્વના દક્ષિણી ધુવ પર શોધ વડે ખબર પડશે કે આખરે ચંદ્વની ઉત્પત્તિ અને તેનું માળખું કેવું થયું. આ ક્ષેત્રમાં મોટા અને ઉંડા ખાડા છે. અહીં ઉત્તરી ધુવની અપેક્ષા ઓછી શોધ થઇ છે. 


દક્ષિણી ધ્રુવના ભાગમાં સોલર સિસ્ટમના શરૂઆતી દિવસોના જીવાષ્મ હોવાની સંભાવના છે. ચંદ્વયાન-2  (Chandrayaan 2) ચંદ્વના પડનું મેપિંગ પણ કરશે. તેનાથી તેના તત્વો વિશે પણ ખબર પડશે. ઇસરોના અનુસાર તેની પ્રબળ સંભાવનાઓ છે કે દક્ષિણી ધ્રુવ પર પાણી મળ્યું. 


ઇસરો આજે મોડી રાત્રે ચંદ્વના જે દક્ષિણી ધ્રુવ પર પોતાના લેન્ડર વિક્રમ ઉતારશે, તે ઘણા પ્રકારે ખાસ છે. અહીં ઘણા મોટા ખાડા છે. આ ભાગ પર સૌર મંડળમાં ઉપલબ્ધ મોટા ખાડા (ક્રેટર)માંથી એક મોટો ખાડો પણ ઉપલબ્ધ છે. તેનું નામ સાઉથ પોલ આઇતકેન બેસિન છે. તેની પહોળાઇ 2500 કિમી અને ઉંડાઇ 13 કિમી છે. ચાંદના આ ભાગમાં 18 ટકા ભાગને પૃથ્વી પરથી જોઇ શકાય છે. બાકીના 82 ટકા ભાગમાં પહેલીવાર ફોટો સોવિયત સંઘના લૂના-3 શોધ યાનને 1959માં મોકલ્યું હતું.. ત્યારે આ ભાગને પહેલીવાર જોવામાં આવ્યું હતું.