નવી દિલ્હી: ચંદ્રયાન-2 (Chandrayaan-2)એ ચંદ્ર (Moon)ની કેટલીક તસવીરોની સાથે તેના એક ક્રેટરને પણ કેમેરામાં કેદ કર્યો છે. આ ક્રેટરનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક વિક્રમ સારાભાઇ (Vikram Sarabhai)ના નામ પર રાખ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે શુક્રવારના આ વિશે જાણકારી આપતા કહ્યું કે, સારાભાઇનું જન્મ શતાબ્દી વર્ષ 12 ઓગસ્ટે પૂર્ણ થયું હતું અને આ તેમને શ્રદ્ધાંજલિ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- લાલ કિલ્લાથી પીએમનો હુંકાર, 'જેમણે પણ આંખ ઉઠાવી, સૈનિકોએ તેમને વળતો જવાબ આપ્યો'


જિતેન્દ્ર્ સિંહે કહ્યું કે, ઇસરો (ISRO)ની તાજેતરની સિદ્ધિઓ સારાભાઇની દૂરદ્રષ્ટિને સાકાર કરે છે. ઇસરોએ ભારતને વિશ્વના આગળના દેશોમાં સ્થાન આપ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે અંતરિક્ષ વિભાગ પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ આવે છે. રાજ્યમંત્રીએ કહ્યું કે, ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ વિક્રમ સારાભાઇને એક રીતે એવી ઘોષણા કરી કે ચંદ્રયાન -2 ઓર્બિટરને સારાભાઇ ક્રેટરની તસવીર કેદ કરી છે. એક તરફ વિક્રમ સારાભાઇને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સારાભાઇ ક્રેટર તે ક્રેટરથી પૂર્વમાં લગભગ 250થી 300 કિલોમીટર દૂર છે. જ્યાં એપોલો 17 અને લૂના 21 મિશન ઉતર્યા હતા.


આ પણ વાંચો:- સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ કરી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત


ઇસરો દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, સારાભાઇ ક્રેટરની 3D તસવીરથી જાણી શકાય છે કે, ક્રેટર ઉભા કરાયેલા કિનારેથી આશરે 1.7 કિમી ઉંડો છે, તેની દિવાલો 25થી 35 ડિગ્રી વલણ ધરાવે છે. આ શોધથી ખગોળશાસ્ત્રીઓ લાવાથી ભરેલા ચંદ્રમાં ક્ષેત્રની વિશે વધુ માહિતી મેળવી શકશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રયાન-2 ડિઝાઇન મુજબ કામ કરી રહ્યું છે અને તેમાંથી મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ડેટા મેળવવામાં આવી રહ્યો છે. ચંદ્રયાન-2 વૈશ્વિક ઉપયોગ માટે આ વર્ષે ઓક્ટોબરથી વૈજ્ઞાનિક ડેટા પ્રકાશિત કરવાનું પ્રારંભ કરશે.


આ પણ વાંચો:- PM મોદીએ રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજનાની કરી જાહેરાત, જાણો ડિટેલ


ઉલ્લેખનીય છે કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ (South Pole of the Moon) પર ઉત્તરવાના ઉદેશ્યથી ચંદ્રયાન-2ને 22 જુલાઇ, 2019ના લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, તેના લેન્ડર વિક્રમનું 7 સપ્ટેમ્બરના ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ થયું હતું. જેના કારણે પહેલા જ પ્રયાસમાં સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બનવાનું ભારતનું સપનું તુટી ગયું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર