નવી દિલ્હીઃ ચંદ્રયાન-2નું નિર્માણ સંપૂર્ણ સ્વદેશી અને એડવાન્સ્ડ ટેક્નોલોજીની મદદથી કરવામાં આવ્યું છે. ભારતના એન્જિનિયરોની આ કમાલ છે. ચંદ્રયાન-2 એક ઈન્ટિગ્રેટેડ મોડ્યુલ છે. ઈસરોના શક્તિશાળી જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ-માર્ક-3 (GSLV Mk III) રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ચંદ્રયાનની સાથે ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન મોકલવામાં આવ્યા છે, જે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરીને ચંદ્રની સપાટીનો, ચંદ્રના વાતાવરણનો અને ચંદ્ર પર રહેલા ખડકોનો અભ્યાસ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન-2 સાથે ગયેલું વિક્રમ લેન્ડર આજે રાત્રે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે, જે ભારત માટે અત્યંત ગૌરવની ક્ષણ બનશે. એક હોલિવૂડની ફિલ્મના બજેટ કરતાં પણ અત્યંત ઓછી કિંમત લગભગ રૂ.978 કરોડના ખર્ચે ચંદ્રયાન-2 તૈયાર કરવામાં આવ્યું છે. આ લોન્ચિંગ સાથે જ ચંદ્ર પર પહોંચનારા અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. 


ચંદ્રયાન-2: મધરાતે ચંદ્રમાના 2 મોટા ખાડા વચ્ચે લેન્ડિંગ કરશે 'વિક્રમ', 'આ' 15 મિનિટ ખુબ મહત્વની


GSLV Mk-III/M1 અને ચંદ્રયાન-2
ચંદ્રયાન-2ને ઈસરોના જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ-માર્ક-3 (GSLV Mk III) રોકેટની મદદથી 22 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. પૃથ્વીની ભ્રમણકક્ષાની બહાર નિકળી ગયા પછી જીએસએલવી રોકેટથી ચંદ્રયાન છુટું પડી ગયું હતું અને ધીમે-ધીમે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2ની પૃથ્વી પરથી 7 વખત ભ્રમણકક્ષા બદલી હતી અને આ રીતે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું.  


જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ માર્ક-3 (GSLV Mk-III)


ચંદ્રયાન-2: ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર જ કેમ લેન્ડિંગ કરશે 'વિક્રમ'? ખાસ જાણો કારણ 


ચંદ્રયાન-2: સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી સજ્જ
ચંદ્રયાન-2એ ભારતની એડવાન્સ એન્જિનિયરિંગ ક્ષમતામાં એક નવું છોગું ઉમેર્યું છે. ચંદ્રયાન-2નું સંપૂર્ણ નિર્માણ સ્વદેશમાં જ કરવામાં આવ્યું છે. એટલે કે, તેમાં ઉપયોગમાં લેવાયેલું સોફ્ટવેર અને ટેક્નોલોજી તમામ બાબતો ભારતીય એન્જિનિયરોની કમાલ છે. ચંદ્રયાન-2નું જે રોવર છે તેનું નિર્માણ પણ ભારતમાં જ કરવામાં આવ્યું છે અને ભારતનું પ્રથમ લેન્ડર છે જે અત્યંત 'નરમ માટી'માં પણ ચાલવા માટે સક્ષમ છે. 


ઓર્બીટર


ચંદ્રયાન-2: દુનિયાના સુપરપાવર ગણાતા દેશો જે નથી કરી શક્યાં, તે કરવા જઈ રહ્યું છે ભારત 


વિક્રમ લેન્ડર


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....