નવી દિલ્હી: ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ભારતીય સ્પેસ એજન્સી ઈસરો આજે રાતે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર આજે વિક્રમને લેન્ડિંગ કરાવશે. આમ કરીને ભારત ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બની જશે. ઈસરો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન ઉતારી રહ્યું છે. વિક્રમ લેન્ડરની સાથે પ્રજ્ઞાન રોવર પણ ચંદ્ર પર ઉતરણ કરશે. ઈસરોનો દાવો છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલીવાર કોઈ દેશ પગ મૂકશે. ચંદ્ર તો ખુબ મોટો છે પરંતુ આમ છતાં ભારત પોતાના આ શોધ યાનને દક્ષિણ ધ્રવ પર જ કેમ ઉતારી રહ્યું છે? આ સવાલનો જવાબ  ખુબ જ રસપ્રદ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન 2: આજે મધરાત બાદ ઈતિહાસ રચાશે, ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે 'વિક્રમ'


વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અભ્યાસ કરવાથી જાણવા મળશે કે આખરે ચંદ્રની ઉત્પત્તિ અને તેની સંરચના કેવી રીતે થઈ. આ વિસ્તારમાં ખુબ મોટા અને ઊંડા ખાડા છે. અહીં ઉત્તર ધ્રુવની સરખામણીમાં ઓછો અભ્યાસ થયો છે. 


જુઓ VIDEO


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...