ચંદ્રયાન-3 ઈતિહાસ રચવા તૈયાર, બસ ગણતરીની કલાકો બાકી, જાણો ક્યાં અને કઈ રીતે જોશો LIVE
Chandrayaan 3 Landing Live Streaming: ઈન્ડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) ના આ ખુબ મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3ની ચંદ્રની સપાટી પર લેન્ડિંગની દેશના તમામ લોકો આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આવો જાણીએ તમે આ લેન્ડિંગ ક્યારે, ક્યાં અને કઈ રીતે લાઇવ જોઈ શકશો.
નવી દિલ્હીઃ ચંદ્રયાન-3 બુધવારે સાંજે 6:04 વાગ્યે ચંદ્રની દક્ષિણ ધ્રુવીય બાજુ પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના આ અત્યંત મહત્વાકાંક્ષી મિશનની દેશના તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઈસરોએ આ ચંદ્ર મિશનને લઈને મંગળવારે જારી કરાયેલા લેટેસ્ટ અપડેટમાં કહ્યું કે ચંદ્રયાન-3 મિશન નિર્ધારિત સમય મુજબ ચાલી રહ્યું છે.
ISRO અનુસાર, જો ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગમાં સફળ થાય છે, તો તે ભારત માટે અવકાશ સંશોધનમાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સાબિત થશે. ઈન્ડિયન સ્પેસ ઓર્ગેનાઈઝેશને એમ પણ કહ્યું કે આ સિદ્ધિ ભારત માટે વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું હશે અને અવકાશ સંશોધનમાં આપણા દેશની પ્રગતિનું પ્રતીક હશે.
આ પણ વાંચોઃ સુવર્ણ સિદ્ધિનો વિશ્વાસ, ચંદ્રયાન 3 ની સફળતા માટે દેશભરમાં પ્રાર્થના, ઠેર ઠેર યજ્ઞ
ક્યારથી જોઈ શકશો ચંદ્રયાન-3નું લાઇવ લેન્ડિંગ?
ઈસરો 23 ઓગસ્ટે ભારતીય સમયાનુસાર સાંજે 5.27 કલાકે પોતાની સત્તાવાર વેબસાઇટ પર મૂન લેન્ડિંગનું સીધુ પ્રસારણ શરૂ કરશે. ચંદ્રયાન-3 સાંજે 6.04 કલાક આસપાસ ચંદ્રની સપાટી પર ઉતરવાની આશા છે.
ઈસરોએ સોશિયલ મીડિયા વેબસાઇટ એક્સ પર આ વિશે વિસ્તારથી જાણકારી આપી છે.
ચંદ્રયાન-3ના લેન્ડિંગને ક્યાં જોશો લાઇવ?
તમે ચંદ્રયાન-3ના ચંદ્રમાની સપાટી પર લેન્ડિંગને ઈસરોની યૂટ્યૂબ ચેનલ, તેના ફેસબુક પેજ અને ડીડી નેશનલ ટીવી પર લાઇવ જોઈ શકો છો. આ સાથે તમે ઝી 24 કલાકની વેબસાઇટ પર પણ લાઇવ ટેલીકાસ્ટ જોઈ શકશો. તો તમને ઝી 24 કલાક વેબસાઇટ ચંદ્રયાન-3ના લોન્ચિંગની પળેપળની માહિતી આપશે.
ઈસરોની વેબસાઇટ: www.isro.gov.in
ઈસરોનું ફેસબુક પેજ: Facebook.com/ISRO
ઇસરોની યૂટ્યૂબ ચેનલ : https://t.ly/NfI-B
ઝી 24 કલાક યૂટ્યૂબઃ https://www.youtube.com/watch?v=niQFrpnjCw4
જાણો શું હોય છે સોફ્ટ લેન્ડિંગ, ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઉતરતા જ રચશે ઈતિહાસ
ચંદ્રયાન-3 વિશે ખાસ વાતો
ચંદ્રયાન-3 ઈસરોના ચંદ્રયાન-2 બાદનું મિશન છે અને તેનો ઈરાદો ચંદ્રમાની સપાટી પર સુરક્ષિત તથા સોફ્ટ લેન્ડિંગને દેખાડવાનો, ચંદ્રમા પર ભ્રમણ કરવું અને તે જગ્યાએથી વૈજ્ઞાનિક પ્રયોગ કરવાનો છે.
ચંદ્રયાન-2 મિશન 8 સપ્ટેમ્બર 2019ના ચંદ્રમા પર ઉતરવાની પ્રક્રિયા દરમિયાન તે સમયે અસફળ થઈ ગયું હતું, જ્યારે લેન્ડર વિક્રમ બ્રેક સંબંધી સિસ્ટમમાં ગડબડી હોવાને કારણે ચંદ્રમાની સપાટી સાથે ટકરાઈ ગયું હતું.
ચંદ્રયાન-3માં ત્રણ ભાગ છે: લેન્ડર મોડ્યુલ (LM),પ્રોપલ્શન મોડ્યુલ (PM) અને રોવર. લેન્ડરમાં ચંદ્રની સપાટી પર સંશોધન હાથ ધરવા માટે નિયુક્ત ચંદ્ર સ્થળ પર સોફ્ટ લેન્ડિંગ કરવાની અને રોવરને તૈનાત કરવાની ક્ષમતા છે.
લેન્ડર અને રોવર પાસે ચંદ્રની સપાટી પર પ્રયોગો કરવા માટે વૈજ્ઞાનિક પેલોડ છે. પ્રોપલ્શન મોડ્યુલનું મુખ્ય કાર્ય લેન્ડર મોડ્યુલને લોન્ચ વ્હીકલ ઈન્જેક્શનથી લઈને અંતિમ ચંદ્ર 100 કિમીની ગોળાકાર ધ્રુવીય ભ્રમણકક્ષામાં લઈ જવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube