સુવર્ણ સિદ્ધિનો વિશ્વાસ, ચંદ્રયાન 3 ની સફળતા માટે દેશભરમાં પ્રાર્થના, ઠેર ઠેર યજ્ઞ, હોમ હવનનું આયોજન
Moon Surface: ભારતનું ચંદ્રયાન-3 જલદી ઈતિહાસ રચવાનું છે. 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે તેના ચંદ્રમાની સપાટી પર ઉતરવાની આશા છે. ચંદ્રયાનની સફળતા માટે દેશભરમાં પ્રાર્થનાઓનો દૌર શરૂ થઈ ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈસરોના ચંદ્રયાન 3 મિશને અંતરિક્ષમાં ભારતની સુવર્ણ સિદ્ધિનો માર્ગ મોકળો કર્યો છે, ત્યારે આ મિશનની સફળતા માટે સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો છે. દેશભરમાં યજ્ઞ અને હવન થઈ રહ્યા છે. બાળકોથી લઈને ફિલ્મ જગતનાં લોકો ચંદ્ર પર તિરંગો લહેરાતો જોવા માટે આશાસ્પદ છે.
ભારત દરેક ક્ષણે સુવર્ણ સિદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન 3ના ઉતરાણ સુધીની દરેક ક્ષણ નિર્ણાયક છે, ઈસરોના આ મિશનની સફળતા દરેક ભારતીય માટે અંગત ગૌરવનો વિષય છે..
આ જ કારણ છે કે ચંદ્રયાન મિશનની સફળતા માટે સમગ્ર દેશ એકસૂરે પ્રાર્થના કરી રહ્યો છે. દરેક ભારતીય ચંદ્ર પર તિરંગો ફરકતા જોવા માગે છે. આ જ કારણ છે કે દેશભરમાં ઘણી જગ્યાએ મિશનની સફળતા માટે યજ્ઞ થઈ રહ્યા છે. ખાસ પ્રાર્થના થઈ રહી છે. પ્રોજેક્ટ વિજ્ઞાનનો છે, પણ તેની સફળતા માટે ધર્મની મદદ લેવાઈ છે.
આ દ્રશ્યો વારાણસીના સુદામા કુટી આશ્રમના છે, જ્યાં સંતોએ ચંદ્રયાનની સફળતા માટે યજ્ઞ અને હવન કર્યા, પ્રાર્થના કરાઈ. યજ્ઞ દરમિયાન લોકોના હાથમાં તિરંગો અને ચંદ્રયાનની તસવીરો હતી. યુપીના ગાઝિયાબામાં પણ ચંદ્રયાનની સફળતા માટે યજ્ઞ અને હવન કરવામાં આવ્યા.
આ પણ વાંચોઃ જાણો શું હોય છે સોફ્ટ લેન્ડિંગ, ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઉતરતા જ રચશે ઈતિહાસ
ચંદ્રયાન માટે દેશભરની શાળાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. બાળકો પણ આ મિશનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. શાળામાં ચંદ્રયાનના લેન્ડિંગ વખતના લાઈવ પ્રસારણની વ્યવસ્થા પણ કરાઈ છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ છે.
ચંદ્રયાન 3 સાથે જામનગરનું નામ જોડાઈ ગયું છે. કેમ કે ચંદ્રયાનને અંતરિક્ષમાં લઈ જનાર રોકેટનો મુખ્ય ભાગ જામનગરની ગીતા એન્જિનિયરિંગ કંપનીએ બનાવ્યો છે... 15 મહિનામાં 3 કરોડના ખર્ચે આ મશીન તૈયાર થયું હતું....જેને 8 જુદા જુદા ટ્રકમાં લઈ જવામાં આવ્યું હતું...
ચંદ્રયાન 3ની સફળતા માટે બોલીવુડની હસ્તાઓ પણ આતુર છે. ફિલ્મ સ્ટાર્સ, ફિલ્મ નિર્માતાઓ અને ગાયકોએ આ પ્રોજેક્ટની સફળતા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દેશ જ્યારે એક ઐતિહાસિક સફળતાની નજીક છે, ત્યારે આખો દેશ સફળતા માટે એક થઈને પ્રાર્થના કરી રહ્યો છે. હવે એ ક્ષણ પણ દૂર નથી, જ્યારે આખો દેશ સાથે મળીને ઐતિહાસિક સફળતાની ઉજવણી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે