ઈસરોની ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની તૈયારીઓ, મંદિર પહોંચી વૈજ્ઞાનિકોની ટીમ
Chandrayaan 3: 14 જુલાઈના રોજ ઈસરો ફરી એકવાર ચંદ્રયાન 3ને લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ પહેલા ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન-3ના લઘુ મોડલ સાથે પૂજા અર્ચના કરવા માટે તિરુપતિ વેંકટચલપતિ મંદિર પહોંચી હતી. અત્રે જણાવવાનું કે ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ બપોરે 2.35 વાગ્યે સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે
Chandrayaan 3: 14 જુલાઈના રોજ ઈસરો ફરી એકવાર ચંદ્રયાન 3ને લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ પહેલા ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન-3ના લઘુ મોડલ સાથે પૂજા અર્ચના કરવા માટે તિરુપતિ વેંકટચલપતિ મંદિર પહોંચી હતી. અત્રે જણાવવાનું કે ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ બપોરે 2.35 વાગ્યે સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. ઈસરોએ આ અંગે જાહેરાત કરી હતી.
14 જુલાઈએ લોન્ચ થશે
ISRO ચાર વર્ષ બાદ એકવાર ફરીથી શુક્રવારે પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ ચંદ્રમા પર પહોંચવા માટે પોતાના ત્રીજા મિશન સાથે તૈયાર છે. મિશન હેઠળ 43.5 મીટર લાંબુ રોકેટ 14 જુલાઈના રોજ બપોરે 2.35 વાગે બીજા લોન્ચ પેડથી લોન્ચ કરવામાં આવનાર છે. ગુરુવારે તેનું કાઉન્ટડાઉન શરૂ થશે. મંગળવારે જ લોન્ચિંગનું રિહર્સલ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગની તૈયારી
ચંદ્રયાન-3ને ફેટ બોય એલવીએમ-એમ 4 રોકેટ પૃથ્વીની કક્ષામાં લઈને જશે. જે સૌથી લાંબી એટલે કે 43.5 મીટર અને સૌથી વજનદાર 640000 કિગ્રાવાળું રોકેટ છે. ઈસરો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાના મિશનમાં જો સફળ થઈ જશે તો અમેરિકા, ચીન અને પૂર્વ સોવિયેત સંઘ બાદ આ યાદીમાં સામેલ થનારો ભારત ચોથો દેશ બની જશે. ચાર વર્ષ પહેલા એટલે કે 2019માં ભારત ચંદ્રયાન-2ની સપાટી પર સુરક્ષિત રીતે ઉતારવામાં નિષ્ફળ રહ્યું હતું. તેનાથી ઈસરોની ટીમ ખુબ નિરાશ પણ થઈ હતી. ત્યારે ભાવુક થયેલા તત્કાલીન પ્રમુખ કે.સિવનને ગળે લગાવીને સાંત્વના આપતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર આજે પણ લોકોને યાદ છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube