ભારતીયો માટે ઐતિહાસિક ક્ષણ, ઈસરોના ચંદ્રયાન-3એ ચંદ્ર પર કર્યું સોફ્ટ લેન્ડિંગ
ISRO એ ચંદ્ર પર તિરંગો લહેવારી દીધો છે. ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરી દીધુ છે. ઈસરોની આ સફળતા પર સમગ્ર દેશને ગર્વની ક્ષણ આપી છે.
નવી દિલ્હીઃ કરોડો ભારતીયો માટે આજે ખુશીનો દિવસ આવી ગયો છે. ઈસરોના ચંદ્રયાન-3 મિશને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી લીધુ છે. આ સાથે ભારતીય ઈસરોએ વિશ્વમાં સૌથી મોટો ઈતિહાસ રચી લીધો છે. આજનો દિવસ ભારતીય અંતરિક્ષના ઈતિહાસમાં ઐતિહાસિક બની ગયો છે. ઈસરો ચીફ એસ સોમનાથે જાહેરાત કરી છે કે ઈસરોનું ચંદ્રયાન-3 મિશને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરી લીધુ છે.
ભારતે રચ્યો ઈતિહાસ
ભારતના ચંદ્રયાન-3 મિશને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી લીધુ છે. આ સફળતા હાસિલ કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બની ચુક્યો છે. 140 કરોડ લોકોની પ્રાર્થના અને ઈસરોના 16.5 હજાર વૈજ્ઞ્નિકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી છે. હવે દુનિયા જ નહીં ચંદ્ર પણ ભારતની મુઠ્ઠીમાં છે.
ચાડા ચાર વર્ષથી ઈસરોના વૈજ્ઞાનિકો જે મહેનત કરી રહ્યાં હતા, તે પૂર્ણ થઈ ચુકી છે. ભારતનું નામ હવે દુનિયાના તે ચાર દેશોમાં જોડાઈ ગયું છે, જે સોફ્ટ લેન્ડિંગમાં એક્સપર્ટ છે. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પાછળ વૈજ્ઞાનિકોની મહેનતની સાથે દેશના કરોડો લોકોની પ્રાર્થના કામ કરી ગઈ છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube