ચંદ્રયાન-3ની પ્રથમ શોધ: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તાપમાન કેટલું છે, વિક્રમ લેન્ડરે જણાવ્યું
Chandrayaan-3 Vikram Lander News: ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર પર લાગેલા ChaSTE પેલોડનો શરૂઆતી ડેટા આવી ગયો છે. ઈસરોએ ચંદ્રની સપાટી પર ઊંડાણમાં જવા પર તાપમાનમાં આવતા ફેરફારનો અંદાજ લગાવ્યો છે.
નવી દિલ્હીઃ ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્ર વિશે જાણકારી આપવાનું શરૂ કરી દીધુ છે. વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન પર લાગેલા તમામ ઉપકરણ સારી રીતે કામ કરી રહ્યાં છે. વિક્રમના ChaSTE પેલોડે તો શરૂઆતી ડેટા મોકલી આપ્યો છે. ભારતીય અંતરિક્ષ એજન્સી (ISRO)એ આ અપડેટ X પર શેર કર્યું છે. વિક્રમ લેન્ડર પર લાગેલ ChaSTE (ચંદ્રની સપાટીનો થર્મોફિઝિકલ પ્રયોગ) ધ્રુવની આસપાસ ચંદ્રમાની ઉપર રહેલી માટીનું તાપમાન માપે છે. તેની મદદથી ચંદ્રમાની સપાટીના તાપના વ્યવહારને સમજી શકાશે. ChaSTE માં એક ટેમ્પ્રેચર પ્રોબ છે જે કંટ્રોલ્ડ એન્ટ્રી સિસ્ટમની મદદથી સપાટીમાં 10 સેમીની ઉંડાઈ સુધી પહોંચી શકાય છે. તપાસમાં 10 અલગ-અલગ તાપમાન સેન્સર લાગેલા છે. ઈસરોએ જે ગ્રાફ શેર કર્યો છે, તે અલગ-અલગ ઊંડાણ પર નોંધાયેલ ચંદ્રની સપાટી/નજીકની સપાટીના તાપમાનનું અંતર દર્શાવે છે. તે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર કરવામાં આવેલી પ્રથમ તપાસ છે. ભારત આ કરનારો પ્રથમ દેશ છે. ઈસરોએ કહ્યું કે ડેટાનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
વિક્રમ લેન્ડપ પર લાગેલ ChaSTE એ આપણને શું જણાવ્યું
- ISRO એ જે ગ્રાફ શેર કર્યો છે, તે પ્રમાણે ચંદ્રની સપાટીનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ છે.
- ઊંડાણમાં જવા પર તાપમાન ઝડપથી નીચે આવે છે. 80 મિલીમીટર અંદર જવા પર તાપમાન -10 ડિગ્રી સુધી નીચે આવે છે.
બીજા શબ્દોમાં કહો તો તેમ લાગે છે કે ચંદ્રમાની સપાટી હીટને રિટેન કરી શકતી નથી.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube