ISRO Chandrayaan 3 Launch Today Latest Updates: ISRO ત્રીજા ચંદ્રમિશન એટલે કે ચંદ્રયાન-3 ના લોન્ચિંગ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને આજે બપોરે 2.35 વાગે ચંદ્રમા માટે ઉડાણ ભરવા માટે રાહ જોવાઈ રહી છે. ચંદ્રયાન-3 અભિયાન મૂન મિશન વર્ષ 2019ના ચંદ્રયાન-2નું ફોલોઅપ મિશન છે. ભારતના આ ત્રીજા મિશનમાં પણ અંતરિક્ષ વૈજ્ઞાનિકોનું લક્ષ્ય ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગનો છે. ચંદ્રયાન-2 મિશન દરમિયાન અંતિમ પળોમાં સોફ્ટ લેન્ડિંગ સફળ થયું નહતું. જો આ વખતે ચંદ્રયાન-3 મિશન સફળ થાય તો ભારત આ સફળતા મેળવનારા અમેરિકા, ચીન અને પૂર્વ સોવિયેત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોકેટ વુમનને મળી છે કમાન
ચંદ્રયાન-3ના લેન્ડિંગની મહત્વની જવાબદારી મહિલા વૈજ્ઞાનિક રિતુ કરિધાલને સોંપવામાં આવી છે. રોકેટ વુમનના નામથી જાણીતા રિતુ કરિધાલ ચંદ્રયાન 3 મિશનના ડાયરેક્ટર તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. યુપીના લખનઉના મૂળ ઋતુ સાયન્સ વર્લ્ડમાં ભારતીય મહિલાઓની વધતી તાકાતની મિસાલ છે. મંગળયાન મિશનમાં પોતાની કાબેલિયત દેખાડી ચૂકેલા રિતુ આજે પોતાની પ્રોફાઈલમાં ચંદ્રયાન-3ની સાથે સફળતાની એક નવી ઉડાણ પોતાના નામે નોંધાવશે. 


સિદ્ધિઓથી ભરેલી કરિયર
રિતુ કરિધાલે લખનઉ યુનિવર્સિટીથી ફિઝિક્સમાં એમએસસી કર્યું છે. સ્પેસ સાયન્સમાં રસ હોવાના કારણે બેંગ્લુરુના ભારતીય વિજ્ઞાન સંસ્થાનમાં પ્રવેશ લીધો. કોર્સ પૂરો થયા બાદ ISRO માં નોકરીની શરૂઆત કરી. એરોસ્પેસમાં વિશેષતા મેળવનારા રિતુની કરિયર શાનદાર ઉપલબ્ધિઓથી ભરેલી છે. 2007માં તેમને યંગ સાયન્ટિસ્ટનો એવોર્ડ મળ્યો હતો. અલગ અલગ મિશનમાં તેમની ભૂમિકાને લઈને દેશના પ્રમુખ અંતરિક્ષ વૈજ્ઞાનિકોમાં તેમનું નામ સામેલ છે. નોંધનીય છે કે રિતુ મંગળયાન મિશનમાં ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર રહી ચૂક્યા છે. યુપીની રાજધાની લખનઉના દીકરી રિતુ તે સમયે ચર્ચામાં હતા જ્યારે ચંદ્રયાન મિશન-2માં તેમણે મિશન ડાયરેક્ટર તરીકે જવાબદારી સંભાળી હતી. 


ફ્રાન્સમાં PM મોદીએ યાદ કર્યો આ 42 વર્ષ જૂનો ખાસ પ્રસંગ, અમદાવાદ સાથે છે કનેક્શન


આજે લોન્ચ થશે ચંદ્રયાન-3, લેન્ડર-રોવરના નામથી લઈને ISRO ના પ્લાન સુધીની તમામ ડિટેલ


Chandrayaan 3 ના રોકેટનો સૌથી મહત્ત્વનો ભાગ સુરતમાં બન્યો છે, જાણો કોણે છે એ સુરતી


પૂર્વ વૈજ્ઞાનિકનો દાવો
ભારતના મહત્વકાંક્ષી અંતરિક્ષ કાર્યક્રમ ચંદ્રયાન-3 અગાઉ ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણને ગુરુવારે કહ્યું કે ચંદ્રયાન-3ના સફળ સોફ્ટલેન્ડિંગથી ભારત આ ઉપલબ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બનશે. જેનાથી દેશમાં અંતરિક્ષ વિજ્ઞાનના વિકાસની સંભાવના વધી જશે.