ફ્રાન્સમાં PM મોદીએ યાદ કર્યો આ 42 વર્ષ જૂનો ખાસ પ્રસંગ, અમદાવાદ સાથે છે કનેક્શન
PM Modi France Visit: પીએમ નરેન્દ્ર મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. ફ્રાન્સે પીએમ મોદીને લીજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા છે. આ ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન છે. પીએમ મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પીએમ છે. આ ઉપરાંત તેમણે ફ્રાન્સમાં ભારતીય સમુદાયને પણ સંબોધન કર્યું.
Trending Photos
PM Modi France Visit: પીએમ નરેન્દ્ર મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. ફ્રાન્સે પીએમ મોદીને લીજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા છે. આ ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન છે. પીએમ મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પીએમ છે. આ ઉપરાંત તેમણે ફ્રાન્સમાં ભારતીય સમુદાયને પણ સંબોધન કર્યું. વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની ધરતી પર ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન એક પ્રસંગ યાદ કર્યો તેનું સીધું કનેક્શન અમદાવાદ સાથે છે.
પીએમ મોદીનું સંબોધન
પેરિસના લા સીન મ્યુઝિકલમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધનની શરૂઆત 'ભારત માતા કી જય'ના નારા સાથે કરી હતી. તેણે કહ્યું, “આજનું દ્રશ્ય, આ દ્રશ્ય પોતાનામાં જ અદ્ભુત છે. આ ઉત્સાહ અભૂતપૂર્વ છે. આ સ્વાગત આનંદથી ભરેલું છે. ભારત માતાનો અવાજ સાંભળીને એવું લાગે છે કે હું ઘરે આવી ગયો છું. અહીં આવવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. આવતીકાલે ફ્રાંસનો રાષ્ટ્રીય દિવસ છે. મને આમંત્રણ આપવા બદલ ફ્રાન્સના લોકોનો હૃદયપૂર્વક આભાર.
પીએમ મોદીએ કહ્યું, "જ્યારે હું દેશથી દૂર હોઉં ત્યારે 'ભારત માતા કી જય'નો પોકાર સાંભળું છું, ક્યાંકથી અવાજ આવે છે - નમસ્કાર, એવું લાગે છે કે હું ઘરે આવી ગયો છું." પરંતુ આપણે ભારતીયો જ્યાં પણ જઈએ છીએ, ત્યાં ચોક્કસપણે મિની ઈન્ડિયા બનાવીએ છીએ.
ફ્રાન્સ આવવું ખુબ વિશેષ છેઃ પીએમ મોદી
ભારતીયોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ વખતે મારું ફ્રાન્સ આવવું વધુ ખાસ છે. તેમણે વધુમાં કહ્યું કે આજનું દ્રશ્ય પોતાનામાં જ અદ્ભુત છે, આ ઉત્સાહ અભૂતપૂર્વ છે, આ સ્વાગત આનંદથી ભરે છે. અમે ભારતીયો જ્યાં પણ જઈએ છીએ, અમે ચોક્કસપણે એક મિની ઈન્ડિયા બનાવીએ છીએ. કેટલાક લોકો 12 કલાકની મુસાફરી કરીને અહીં આવ્યા છે, આનાથી મોટો પ્રેમ શું હોઈ શકે. હું અહીં આવવા માટે તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
ફ્રાન્સમાં PM મોદીએ યાદ કર્યો આ 42 વર્ષ જૂનો ખાસ પ્રસંગ, અમદાવાદ સાથે છે કનેક્શન#ahmedabad #pmmodi #ElyseePalace #paris #EmmanuelMacron #france #PMModiInFrance pic.twitter.com/BixcFhYtEP
— Zee 24 Kalak (@Zee24Kalak) July 14, 2023
42 વર્ષ જૂના પ્રસંગને કર્યો યાદ
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ફ્રાન્સની ધરતી પરથી 42 વર્ષ જૂના ખાસ પ્રસંગને પણ યાદ કર્યો. પેરિસમાં ભારતીય સમુદાયને કહ્યું- હું 1981માં 125 રૂપિયા ભરીને અમદાવાદ સ્થિત ફ્રાન્સ કલ્ચરલ સેન્ટરનો સભ્ય બન્યો હતો. તેમણે ફ્રાન્સ સાથેનો પોતાનો 42 વર્ષ જૂનો અતૂટ નાતો યાદ કરીને કહ્યું કે, તેઓ વર્ષ 1981માં અમદાવાદમાં આવેલા ફ્રાન્સના સાંસ્કૃતિક કેન્દ્રના સભ્ય બન્યા હતા. નરેન્દ્ર મોદીનું 42 વર્ષ જૂનું એ મેમ્બરશિપ કાર્ડ ZEE 24 કલાક પાસે છે. જે નરેન્દ્ર મોદીએ આજથી 42 વર્ષ પહેલાં 125 રૂપિયા ભરીને લીધું હતું. પીએમ મોદી 1981માં અમદાવાદના કવિ નંદલાલ માર્ગ પર આવેલા એલાયન્સ ફ્રાન્સના સભ્ય બન્યા હતા. એ વખતે પીએમ મોદી ભાજપમાં જોડાયા નહોતા પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય હતા અને ગુજરાતમાં RSSની કામગીરી સંભાળતા હતા.
પીએમ મોદીના સન્માનમાં ડિનર
અત્રે જણાવવાનું કે પીએમ મોદીના સન્માનમાં એલિસી પેલેસમાં ખાનગી ડિનરનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પોતાના અધિકૃત નિવાસ સ્થાન એલિસી પેલેસમાં પ્રધાનમંત્રી મોદીની મેજબાની કરી. પીએમ મોદી બે દિવસના અધિકૃત પ્રવાસે ગુરુવારે પેરિસ પહોંચ્યા હતા. પીએમ મોદીનું એરપોર્ટ પર ફ્રાન્સના પીએમ એલિઝાબેથ બોર્ને એરપોર્ટ પર પીએમનું સ્વાગત કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે