Chandrayaan-3 Mission: મિશન પૂર્ણ કર્યાં બાદ આરામ કરશે રોવર, ઈસરોએ કહ્યું- સુરક્ષિત પાર્ક કરી દેવાયું
મિશન ચંદ્રયાન સાથે જોડાયેલી મહત્વની માહિતી ઈસરોએ આપી છે. ઈસરોએ કહ્યું કે રોવરે પોતાનું અસાઈનમેન્ટ પૂર્ણ કરી લીધું છે અને હવે તે આરામ કરશે. ઈસરોએ જણાવ્યું કે રોવરને સુરક્ષિત રીતે પાર્ક કરી સ્લીડ મોડમાં મૂકી દેવામાં આવ્યું છે.
Chandrayaan-3 Mission: ચંદ્રયાન 3 મિશન સાથે જોડાયેલી મહત્વની જાણકારી સામે આવી છે. રોવરે પોતાનું અસાઈનમેન્ટ પૂરુ કરી લીધુ છે અને હવે તે આરામ કરશે. ઈસરોએ જણાવ્યું કે રોવરને સુરક્ષિત રીતે પાર્ક કરી દેવામાં આવ્યું છે અને તેને સ્લીપ મોડમાં મૂકી દેવામાં આવ્યું છે. આ સિવાય એપીએક્સએસ અને એલઆઈબીએસ પેલોડ્સને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ઈસરો પ્રમાણે આ પેલોડ્સમાં નોંધાયેલ તમામ ડેટા લેન્ડર દ્વારા પૃથ્વી પર ટ્રાન્સમિટ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય ઈસરોએ તે પણ જણાવ્યું કે રોવર ક્યારે નીંદરમાંથી ઉઠશે.
બેટરી સંપૂર્ણ રીતે ચાર્જ
ઈસરોએ આગળ જણાવ્યું કે હાલ રોવર પ્રજ્ઞાનની બેટરી સંપૂર્ણ રીતે ચાર્જ છે. આ સિવાય રોવરની સોલર પેનલને તે રીતે સેટ કરી દેવામાં આવી છે કે જ્યારે 22 સપ્ટેમ્બરે ચંદ્રની દક્ષિણી સપાટી પર ફરી સૂરજનો પ્રકાશ પડે અને તે તેને ગ્રહણ કરી શકે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube