નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો)એ આજે બપોરે 2.43 કલાકે ચંદ્ર પર સંશોધન કરવા માટેનું ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે. ચંદ્રયાન-2 સફળતાપૂર્વક પ્રૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે અને ત્યાંથી હવે તે ચંદ્ર સુધીની મુસાફરી શરૂ કરશે. ઈસરોએ 44 મીટર લાંબા અને 640 ટન વજન ધરાવતા જિયોસિન્ક્રોનસ સેટેલાઈન્ટ લોન્ચ વ્હિકલ માર્ક-3ની મદદથી ચંદ્રયાન-2 લોન્ચ કર્યું છે, ઈસરોએ આ રોકેટને બાહુબલી નામ આપ્યું છે. ઈસરોના વડા સિવને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ સફળ રહ્યું છે અને હવે તે 48 દિવસની મુસાફરી પછી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. ચંદ્રયાન સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન 2 અંગે લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર


રોકેટનું નામ 'બાહુબલી' શા માટે? 
થોડા સમય પહેલા ભારતમાં 'બાહુબલી' ફિલ્મે સફળતાના ડંકા વગાડ્યા હતા. આ ફિલ્મમાં હીરો વિશાળ અને ભારેભરખમ શિવલિંગ ઊંચકીને તેને એક પર્વત પર સ્થાપે છે. ઈસરો દ્વારા ચંદ્રયાન-2ને લઈ જનારા GSLV MK-III રોકેટનું નામ 'બાહુબલી' રાખવામાં આવ્યું છે. જેવી રીતે બાહુબલી ફિલ્મમાં હીરો શિવલિંગ ઊંચકે છે, એવી રીતે આ રોકેટ 3.8 ટન વજન ધરાવતા ચંદ્રયાન-2ને ઊંચકીને અંતરિક્ષમાં લઈ ગયું છે. આ કારણે જ ઈસરો દ્વારા તેનું નામ 'બાહુબલી' રાખવામાં આવ્યું છે. 


ચંદ્રયાન-2 : 48 દિવસની સફર પછી ચંદ્ર પર કરશે ઉતરાણ, જાણો સંપૂર્ણ ટેક્નિકલ વિગતો 


978 કરોડનો ખર્ચ 
ચંદ્રયાન-2ના લોન્ચ પાછળ ઈસરોએ કુલ 978 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં ચંદ્રયાન-2 603 કરોડના ખર્ચે તૈયાર થયું છે અને તેને લઈ જનારું રોકેટ GSLV Mk-III રૂ.375 કરોડની કિંમતનું છે. ભારત 2022ના તેના સમાનવ મિશન 'ગગનયાન'માં પણ આ જ રોકેટનો ઉપયોગ કરવાનું છે. ભારતનું ચંદ્રયાન-2 મિશન દુનિયાના અન્ય દેશો દ્વારા કરવામાં આવેલા મિશનની સરખામણીએ અત્યંત સંસ્તું છે અને તેને સંપૂર્ણપણે સ્વદેશમાં જ તૈયાર કરાયું છે. એટલે કે, તેમાં એક પણ વિદેશી વસ્તુનો ઉપયોગ કરાયો નથી. 


ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર જ શા માટે ઉતરશે ચંદ્રયાન-2? કારણ છે મોટું...


જૂઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....