નવી દિલ્હી: એકબાજુ જ્યાં લોકોને કોરોના રસી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ત્યાં રસીની અછત અને રજિસ્ટ્રેશન સંબધિત મુશ્કેલીઓએ લોકોને પરેશાન કર્યા છે. જો કે સરકાર બંને મોરચે વ્યવસ્થા ઠીક કરવામાં લાગી છે.  આ જ કડીમાં કોવિન પોર્ટલમાં મહત્વના ફેરફાર કર્યા છે. આ ફેરફાર દ્વારા કેટલીક  ખામીઓ દૂર કરવામાં આવી છે, આ સાથે જ એવી કેટલીક સુવિધાઓ પણ જોડવામાં આવી છે જેથી કરીને રજિસ્ટ્રેશનને સરળ બનાવી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી રહી હતી આ સમસ્યાઓ
સરકારે એક મેથી 18+ વાળા માટે રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. આ માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે ત્યારથી અનેક પ્રકારની સમસ્યાઓ પણ જોવા મળી છે. લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના આ પરેશાનીઓ વિશે ખુલીને ઉલ્લેખ કર્યો છે. જેને ધ્યાનમાં રાખતા હવે સરકારે કોવિન પોર્ટલમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. 


આ છે સૌથી મોટો ફેરફાર
કોવિન પોર્ટલ પર કરાયેલા ફેરફારમાં સૌથી મોટો ફેરફાર છે ડિજિટલ કોડ ફીચર. હવે રજિસ્ટ્રશનના સમયે યૂઝરના મોબાઈલ પર એક 4 અંકનો ડિજિટલ સિક્યુરિટી કોડ (Digital Security Code) આવશે, જે સંભાળીને રાખવો પડશે. રસીકરણ બાદ આ કોડ વેક્સિનેટરને આપવો પડશે. ત્યારબાદ જ સંબંધિત વ્યક્તિનું રસીનું સ્ટેટસ અપડેટ કરવામાં આવશે. એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો ત્યારબાદ એવું માનવામાં આવશે કે તમને રસી મળી ગઈ છે. 


PM મોદીને ઘેરવાના ચક્કરમાં પોતે જ ફસાઈ ગયા હેમંત સોરેન, હવે આંધ્ર પ્રદેશના CM એ આપી આ શિખામણ


Corona Update: દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ અને મૃત્યુનો આંકડો, હવે તમિલનાડુમાં પણ લોકડાઉન જાહેર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube