PM મોદીને ઘેરવાના ચક્કરમાં પોતે જ ફસાઈ ગયા હેમંત સોરેન, હવે આંધ્ર પ્રદેશના CM એ આપી આ શિખામણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર નિશાન સાધવાના ચક્કરમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પોતે નિશાન પર આવી ગયા છે. 

PM મોદીને ઘેરવાના ચક્કરમાં પોતે જ ફસાઈ ગયા હેમંત સોરેન, હવે આંધ્ર પ્રદેશના CM એ આપી આ શિખામણ

વિશાખાપટ્ટનમ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર નિશાન સાધવાના ચક્કરમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પોતે નિશાન પર આવી ગયા છે. હવે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડીએ તેમની ટીકા કરી છે. રેડ્ડીએ સટીક શબ્દોમાં તેમને સમજાવ્યું કે તેમણે જે કહ્યું તે કેટલું ખોટું હતું. તેમણે સાથે એવી શીખામણ પણ આપી દીધી કે આ મુશ્કેલ સમયમાં પ્રધાનમંત્રી સાથે મળીને કામ કરવું જોઈએ. 

સોરેને કરી હતી આ વાત
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કોરોનાની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતી એક ટ્વીટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે આજે આદરણીય પ્રધાનમંત્રીજીએ ફોન કર્યો. તેમણે ફક્ત પોતાના મનની વાત કરી. તેઓ કામની વાત કરત અને કામની વાત સાંભળત તો સારૂ થાત. આ નિવેદન બદલ સોરેનની ટીકા શરૂ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. હવે જગનમોહન રેડ્ડીએ પણ તેમને તેમની ભૂલનો અહેસાસ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. 

સન્માન સાથે કરી વેધક વાત
જગનમોહન રેડ્ડીએ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું કે પ્રિય હેમંત સોરેન, હું તમારું ખુબ સન્માન કરું છું પરંતુ એક ભાઈ તરીકે હું તમને અપીલ કરું છું કે આપણી વચ્ચે ભલે ગમે તેટલા મતભેદ હોય પરંતુ આ સ્તરની રાજનીતિથી તો આપણો દેશ જ નબળો થશે. સીએમ રેડ્ડીએ વધુમાં લખ્યું કે કોરોના વિરુદ્ધ આ જંગમાં હાલનો સમય કોઈના પર આંગળી ઉઠાવવાનો નથી પરંતુ સાથે મળીને મહામારીને પ્રભાવી રીતે પહોંચી વળવા માટે આપણા પ્રધાનમંત્રીના હાથ મજબૂત કરવાનો છે. 

— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2021

સોરેનની ચારેબાજુ ટીકા
પોતાની ટ્વીટને લઈને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ચારેબાજુ ટીકા થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જૂન મુંડાએ સોરેનને આડે હાથ લેતા કહ્યું કે પ્રધાનમંત્રીએ તો તેમને ફોન કર્યો કે કોરોના સામે કેવી રીતે લડવું અને ભારત સરકાર સરકાર બધાની સાથે છે. તમે આભાર વ્યક્ત કરવાની જગ્યાએ તેની ટીકા કરી. પ્રધાનમંત્રીજીએ પોતાનું મોટાપણું દેખાડ્યું પણ તમે તમારી અને મુખ્યમંત્રી પદની ગરિમા નીચે પાડી. આ બાજુ અસમ ભાજપના વરિષ્ઠ નેતા હિમંત બિસ્વ સરમાએ કહ્યું કે સોરેનની ટ્વીટ સામાન્ય શિષ્ટાચારની વિરુદ્ધમાં છે અને લોકોની પરેશાનીઓની મજાક ઉડાવવા જેવું છે. કારણ કે પ્રધાનમંત્રીએ તેમના હાલચાલ જાણવા માટે ફોન કર્યો હતો. 

મુખ્યમંત્રીના બચાવમાં આવી કોંગ્રેસ
એ જ રીતે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ કહ્યું કે જ્યારે પણ પ્રધાનમંત્રી ફોન કરે છે ત્યારે હું હંમેશા આશ્વસ્ત મહેસૂસ કરું છું. આ સમય કોરોનાને હરાવવા માટે મતભેદોને ભૂલીને એકસાથે ઊભા રહેવાનો છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ પણ હેમંત સોરેનના નિવેદનની ટીકા કરી અને તેમને નિવેદન પાછું ખેંચવાની અપીલ કરી. આ બાજુ વિવાદ પર હેમંત સોરેનનો કોંગ્રેસે ખુલીને સાથ આપ્યો અને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સોરેનની વાત પણ સાંભળવા જેવી હતી. કોંગ્રેસના ઝારખંડ પ્રભારી આરપીએન સિંહે કહ્યું કે જો મુખ્યમંત્રી રાજ્યની સમસ્યાઓથી પ્રધાનમંત્રીને વાકેફ કરાવવા માંગતા હતા તો તેમાં સોરેને શું ખોટું કર્યું?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news