નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી-2018 (Chattisgadh Assembly Election-2018)નું પરિણામ 11 ડિસેમ્બરે આવશે. તેના પહેલા આજે એટલે કે 7 ડિસેમ્બરના રોજ આવેલા એક્ઝીટ પોલમાં કોંગ્રેસની સરકાર બનતી દેખાઈ રહી છે. Zee News મહા Exit Poll અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનશે. ઝી ન્યૂઝ દ્વારા કરાયેલા સરવેમાં કોંગ્રેસને 43 અને બાજપને 42 બેઠકો મળવાનું અનુમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ-24 પેસ મીડિયા અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનવાની સંભાવના છે. એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને 45-51, ભાજપને 36-42 બેઠક મળવાની શક્યતા છે. 


NEWS24ના એક્ઝીટ પોલ અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસને બહુમત મળી શકે છે. અહીં કોંગ્રેસને 45-51 બેઠકો મળવાનો દાવો કરાયો છે, જ્યારે ભાજપને 38 બેઠક મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.


#ZeeExitMahaPoll: આજે 'મિની ઈન્ડિયા' કરશે એલાન, 2019માં કોનું હશે હિન્દુસ્તાન?


CNXના એક્ઝીટ પોલ અનુસાર છત્તીસગઢમાં ભાજપ ફરી સત્તામાં આવશે. રાજ્યમાં ભાજપને 46 બેઠક મળશે, જ્યારે કોંગ્રેસને 35 બેઠકથી સંતોષ માનવો પડશે. JCC+ને 7 અને અન્યને બે બેઠક મળશે. 


સી વોટરના એક્ઝીટ પોલ અનુસાર ભાજપને 39 બેઠકો મળશે, જ્યારે કોંગ્રેસને 46 બેઠક મળવાની સંભાવના વયક્ત કરાઈ છે. 


મધ્યપ્રદેશ #ZeeMahaExitPoll : એક પણ પક્ષને બહુમત નહીં, BJP બનશે સૌથી મોટી પાર્ટી


CSDSના એક્ઝીટ પોલ અનુસાર છત્તીસગઢમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને બહાર આવશે અને તેને અહીં 44 બેઠક મળશે. કોંગ્રેસને 40 જ્યારે અપક્ષોને 6 બેઠક મળશે.


જનકી બાત એક્ઝીટ પોલમાં ભાજપને સૌથી વધુ 44 અને કોંગ્રેસને 40 બેઠક મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અપક્ષોને 6 બેઠકો મળશે.


રાજસ્થાન #ZeeMahaExitPoll : કોંગ્રેસને 109 બેઠક, ભાજપ સત્તા ગુમાવશે


છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018
કુલ બેઠકઃ 90
બહુમત માટે જરૂરી બેઠકઃ 46
ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018
મતદાનઃ 12 અને 20 નવેમ્બર, 2018
મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018 


છત્તીસગઢ #ZeeMahaExitPoll : છત્તીસગઢમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ


2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
પક્ષ    સીટ
ભાજપ    49
કોંગ્રેસ    39
બસપા    01
અપક્ષ    01


ભાજપની સરકારને ખતરો
છત્તીસગઢમાં વર્તમાન મુખ્યમંત્રી રમણ સિંહ (ભાજપ) છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાઈને સરકાર બનાવતા રહ્યા છે. રાજ્યમાં તેઓ લોકપ્રિય નેતા અને મજબૂત રાજકીય પકડ ધરાવતી વ્યક્તિ છે. છેલ્લી ચૂંટણીમાં તેમને કોંગ્રેસની બરાબર ટક્કર મળી હોવા છતાં તેમણે સરકાર બનાવી હતી. જોકે, છેલ્લા 15 વર્ષથી સત્તામાં હોવા છતાં પણ નકસલવાદને ડામવામાં અને રોજગાર પેદા કરવામાં નિષ્ફળ રહેલી તેમની સરકાર લોકોના ગુસ્સાનો ભોગ બની શકે છે.


આ ઉપરાંત, કેન્દ્ર સરકાર સામે ચાલી રહેલી એન્ટી ઈન્કમ્બન્સી પણ છત્તીસગઢ સરકારને નડે એવી છે. કેન્દ્રની મોદી સરકાર સામે છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા, રાફેલ સોદો, નોટબંધી અને રોજગારી અંગે આપેલા વચનોમાં નિષ્ફળ જવાના કારણે જે નકારાત્મક માહોલ બન્યો છે, તે છત્તીસગઢની ભાજપ સરકારને ચૂંટણીમાં નડી શકે છે. 


છત્તીસગઢમાં છેલ્લી 4 વિધાનસભાનો કાર્યકાળ 
વિધાનસભા    સમયગાળો(બેઠક)            મુખ્યમંત્રી
પ્રથમ    2000-2003 (કોંગ્રેસ-48, ભાજપ-38)    અજીત જોગી(કોંગ્રેસ)
બીજી    2003-2008 (ભાજપ-50, કોંગ્રેસ-37)    રમણ સિંઘ (ભાજપ)
ત્રીજી    2008-2013 (ભાજપ-50, કોંગ્રેસ-38)    રમણ સિંઘ (ભાજપ)
ચોથી    2013-વર્તમાન (ભાજપ-49, કોંગ્રેસ-39)    રમણ સિંઘ (ભાજપ)