Madhya Pradesh: પ્રેમમાં દગો મળ્યો તો ખોલી ચાની દુકાન, નામ રાખ્યું `M બેવફા ચા વાળો`
Tea Shop: આ દુકાનનું નામ થોડું વિચિત્ર લાગી રહ્યું છે પરંતુ આ નામની પાછળ એક નિષ્ફળ પ્રેમ કહાનીનું દુખ છુપાયેલું છે. તેનું કહેવું છે કે તેને પોતાની પ્રેમિકાએ દગો આપ્યો હતો.
ભોપાલઃ Madhya Pradesh News: મધ્યપ્રદેશમાં રાજગઢ જિલ્લાના ખિલચીપુર નગરના બસ સ્ટેન્ડ પર સ્થિત એક ચાની દુકાન લોકોનું ધ્યાન ખેંચી રહી છે. સોશિયલ મીડિયા પર આ દુકાનની ચર્ચા થઈ રહી છે. આ દુકાનની ચાથી વધુ તેનું નામ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે. તેનું નામ છે 'M બેવફા ચાય વાલા'.
જો તમને આ નામ અટપટું લાગી રહ્યું છે તો જણાવી દઈએ કે તેની પાછળ એક નિષ્ફળ પ્રેમ કહાની છુપાયેલી છે. જેનું કહેવું છે કે તેની સાથે પોતાની પ્રેમિકાએ દગો કર્યો છે. M અક્ષર આ યુવકની પૂર્વ પ્રેમિકાના પ્રથમ નામનો છે. હકીકતમાં યુવકે આ નામ પૂર્વ પ્રેમિકાને ખિજાવા અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે રાખ્યું છે.
આ દુકાન પર ચાની કિંમતો અલગ-અલગ છે અને ખુબ રસપ્રદ આધારે ભાવ નક્કી થાય છે. જો કોઈ પ્રેમી કપલ આ દુકાન પર ચા પીવા આવે તો તેણે એક ચાના 10 રૂપિયા ચુકવવા પડે છે. જો કોઈ દિલ તૂટેલ આશિક ચા પીવા પહોંચે તો તેને ઓફરમાં માત્ર 5 રૂપિયામાં ચા મળશે.
હવે આ દુકાન ખોલનારા યુવકની વાત કરીએ તો તેનું નામ અંતર ગુર્જર છે. ગુર્જરનું કહેવું છે કે તેની પાંચ વર્ષ પહેલાં લગ્ન સમારોહમાં આવેલી એક યુવતી સાથે મુલાકાત થઈ હતી. પ્રથમ મુલાકાત બાદ બંને વચ્ચે મિત્રતા થઈ. બંનેએ એકબીજાના નંબર શેર કર્યાં અને પછી મોબાઇલ પર વાતચીતનો સિલસિલો દોઢ વર્ષ સુધી ચાલ્યો હતો.
આ પણ વાંચોઃ ફાઇલ દેખાડો, કઈ રીતે થઈ ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની નિમણૂંક, કેન્દ્રને સુપ્રીમનો આદેશ
યુવકે જણાવ્યા પ્રમાણે લગ્નમાં કોઈ મુશ્કેલી નહોતી કારણ કે બંને એક સમાજમાંથી આવતા હતા. પરંતુ અંતરના સપના પૂરા ન થઈ શક્યા અને તેની પ્રેમિકાની સગાઈ બીજી જગ્યાએ થઈ ગઈ. યુવતીએ આ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતીએ અંતરને કહ્યું કે, જેની સાથે મારા લગ્ન થઈ રહ્યાં છે તે સારી કમાણી કરે છે, તારી પાસે શું છે.
ત્યારબાદ અંતરના જીવનની નવી કહાની શરૂ થાય છે. પ્રેમમાં ઠોકર ખાધા બાદ તેના જીવનમાં ઉદાસી આવી ગઈ હતી. પરંતુ અન્ય લોકોએ સમજાવ્યા બાદ તેણે કંઈક કરવાનું નક્કી કર્યું. પ્રેમમાં નિષ્ફળતા મળ્યાના દોઢ વર્ષ બાદ તેણે ચાની દુકાન શરૂ કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube