દિલ્હી: રસ્તા પર ઢોળાયેલા રહસ્યમય કેમિકલે 3 યુવકના જીવ લીધા, ખુબ જ ચોંકાવનારો કિસ્સો
શનિવારે સવારે લગભગ 5 વાગે કાશ્મીરી ગેટના મોરી ગેટ વિસ્તારમાં રસ્તા પર પડેલા રહસ્યમય કેમિકલના કારણે બાઈકસવાર 3 યુવકોના મોત થયા. હકીકતમાં એક લગ્ન સમારોહમાંથી પોતાની બાઈક પર પાછા ફી રહેલા 3 યુવકો મોરી ગેટના માર્કેટ પાસે રસ્તા પર બાઈક લપસી જતા પડ્યાં.
નવી દિલ્હી: શનિવારે સવારે લગભગ 5 વાગે કાશ્મીરી ગેટના મોરી ગેટ વિસ્તારમાં રસ્તા પર પડેલા રહસ્યમય કેમિકલના કારણે બાઈકસવાર 3 યુવકોના મોત થયા. હકીકતમાં એક લગ્ન સમારોહમાંથી પોતાની બાઈક પર પાછા ફી રહેલા 3 યુવકો મોરી ગેટના માર્કેટ પાસે રસ્તા પર બાઈક લપસી જતા પડ્યાં. થોડીવાર તો એમ લાગ્યું કે આ કોઈ મામૂલી અકસ્માત છે અને ત્રણેય યુવકો ઊભા થઈ ગયાં. પરંતુ ગણતરીની ક્ષણોમાં આ ત્રણેય યુવકોને ખુબ જ બળતરા થવા લાગી અને જોત જોતામાં તો તેમના શરીર પર દાણા નીકળી આવ્યાં. પાસે જ પોલીસ ચોકી હતી જ્યાંથી પોલીસકર્મીઓ પણ ત્યાં પહોંચી ગયા હતાં.
'આદિત્ય ઠાકરેએ સોનિયા ગાંધીના નામ પર શપથ લીધા, આ બાળાસાહેબની શિવસેના નથી'
તેમણે તરત જ અરુણ આસિફ અલી હોસ્પિટલમાં તેમને દાખલ કરાવ્યાં. ત્યાં ત્રણેયની હાલત ખરાબ થવા લાગી હતી. શરીર વાદળી પડવા લાગ્યું હતું અને ત્રણેયને એલએનજેપી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યાં. જ્યાં 23 વર્ષના શિવમ અને 24 વર્ષના મહેશનું ગણતરીના કલાકોમાં મોત થયું. જ્યારે મોનુની હાલત ગંભીર હતી. સારવાર દરમિયાન સોમવારે મોનુએ પણ દમ તોડ્યો.
અજિત પવાર અંગે શરદ પવારે આપ્યું મહત્વનું નિવેદન, અને કહ્યું-'આ ગોવા નથી મહારાષ્ટ્ર છે'
મામલાના ગંભીરતા જોતા પોલીસે રસ્તા પર પડેલા કેમિકલનું સેમ્પલ ઉઠાવ્યું અને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધું. પરંતુ જે પોલીસ ટીમ કેમિકલ લેવા ગઈ હતી તેમના પણ જૂતા ચપ્પલ બળી ગયા હતાં. પીડિતના પરિવારવાળાના જણાવ્યાં મુજબ ત્રણેયના મોત બાઈક લપસવાના કારણે નહીં પરંતુ કેમિકલના કારણે થયું છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube