social media star suicide: તુનિશા બાદ હવે એક સોશિયલ મીડિયા સ્ટારે આત્મહત્યા કરી લીધી છે. લીના નાગવંશી છત્તીસગઢના રાયગઢની લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર હતી. 22 વર્ષની લીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી. લીનાના ઈન્સ્ટાગ્રામ પર 10 હજારથી વધુ ફોલોઅર્સ હતા અને ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ હતી. લીનાની પોતાની એક લોકપ્રિય યુટ્યુબ ચેનલ પણ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીનાના મૃતદેહની આસપાસ કોઇ સુસાઇડ નોટ નથી મળી. પોલીસે લીનાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને શરૂઆતની તપાસમાં તેને આત્મહત્યા જ જણાવવામાં આવી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે લીના નાગવંશીએ પોતાની મોતના ત્રણ દિવસ પહેલા જ ક્રિસમસ પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવીને શેર કરી હતી. તેવામાં આ સમાચાર સામે આવ્યા બાદ લીનાના ફોલોઅર્સ પણ આઘાતમાં સરી પડ્યા છે.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક


લીનાના પરિવારજનો પાસેથી કોઈ જ જાણકારી નથી મળી પરંતુ લીનાને ઓળખનારાએ કહ્યું હતું કે, તે ખૂબ બિંદાસ સ્વભાવની હતી. લીના ફોનમાં વીડિયો બનાવવાની શોખીન હતી તેથી તે હંમેશા રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતી હતી.


લીના નાગવંશીના પિતા ગ્રાહક ફોરમમાં વરિષ્ઠ સહકારી નિરીક્ષક છે. તેનો પરિવાર રાયગઢની કેલો વિહાર કોલોનીમાં નિવાસ કરે છે. અહીં કન્ઝ્યુમર ફોરમના ક્વાર્ટરમાં માતાપિતા સાથે લીના રહેતી હતી. 26 ડિસેમ્બરે લીનાની માતા બપોરે બજારમાં ગઈ હતી. તે પરત ઘરે આવતા દીકરી રૂમમાં નહોતી. તે ટેરેસ પર તપાસ કરવા ગયા તો દરવાજો બંધ હતો. કોઈક રીતે દરવાજો ખોલતાં લીનાની લાશ છત પર પાઇપની મદદથી બાંધેલા દુપટ્ટા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.  લીના નાગવંશી તેની માતા અને ભાઈઓ સાથે ગ્રાહક ફોરમ કોલોનીના ક્વાર્ટરમાં રહેતી હતી.


લીના નાગવંશી ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર ઘણી એક્ટિવ હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના 10,000 થી વધુ ફોલોઅર્સ હતા. લીના નાગવંશી ટૂંકા વીડિયો, રીલ્સ બનાવતી હતી.


આ સિવાય તેણે કેટલાક મ્યુઝિક વીડિયો અને શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના ફોટોશૂટથી ભરેલા છે, જ્યાં તે અલગ-અલગ વોર્ડરોબમાં પોઝ આપતી જોઈ શકાય છે.


આત્મહત્યાના કારણો મામલે પોલીસ પણ અજાણ?
તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ અને પોપ્યુલર હતી. લીનાએ આવું આત્મઘાતી પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટના રાયગઢના ચક્રધર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસ અત્યાર સુધી તેને આત્મહત્યાનો મામલો માની તપાસ કરી રહી છે. પોલીસને મૃતદેહ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. તે જ સમયે, લીનાએ શા માટે આત્મહત્યા કરી તે અંગે પરિવારના સભ્યો પણ આઘાતમાં છે. હાલ પોલીસે મૃતકનો મોબાઈલ ફોન કબજે કરીને આ મામલે તપાસ હાથ ધરી છે. તપાસ બાદ જ મોતનું કારણ જાણી શકાશે.


આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube