નવી દિલ્હી/રાયપુર: છત્તીસગઢના નવા સીએમનું નામ સિલેક્ટ કરવામાં કોંગ્રેસની મુશ્કેલી આવી રહી છે. અહીંયા પાર્ટી તેમના સીએમ તરીકેનો ઉમેદવાર નક્કી કરી શકતા નથી. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે શનિવારે પાર્ટી નવા સીએમનું નામ નક્કી થઇ જશે. પરંતુ હવે નક્કી કરવામાં આવ્યું છે કે રવિવાર બપોરે 12 વાગે છત્તીસગઢના નવા સીએમનું નામ કરવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીએન પૂનિયાએ કહ્યું, રવિવારે એક મિટિંગ બાદ અમે બપોર 12 વાગે સુધી નક્કી કરી દેશ રાજ્યના નવા સીએમ કોણ બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ત્યાં ફરી શરૂ થઇ જશે ગુંડાગીરી અને હફ્તા વસૂલી: BJP MLA


પીએન પૂનિયાએ કહ્યું, રાજ્યપાલે અમને 17 ડિસેમ્બરની સાંજે 4.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. એટલા માટે આ મામલે અમને કોઇ જલ્દી નથી. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સીએમના નામ નક્કી કરી ચૂક્યા છે. મધ્ય પ્રદેશમાં કમલનાથ સીએમ હશે. જ્યારે રાજસ્થાનમાં અશોક ગહેલોત રાજ્યના મુખ્યમંત્રી બનશે. સચિન પાયલોટ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.


વધુમાં વાંચો: સેનાની મોટી સક્સેસ : માર્યો ગયો મોસ્ટ વોન્ટેડ આતંકી જહુર ઠોકર


કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવાસ પર શનિવારે બીજ વખત બેઠક યોજાઇ હતી. જેમાં ટીએસ સિંહ દેવ, ભૂપેશ ભઘેલ, ચરણ દાસ મહંત અને તામ્રધ્વજ શાહૂ પણ હાજર રહ્યાં હતા. સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને પીએલ પૂનિયા પણ ત્યાં હજરા હતા. બેઠક બાદ કોંગ્રેસ નેતા પુએલ પુનિયાએ કહ્યું કે રાયપુરમાં સાંજે થવાની ધારાસભ્ય દળની બેઠક બાદ પ્રદેશના નવા મુખ્યમંત્રીના નામની જાહેરત કરવામાં આવશે. પરંતુ હવે કાલે બપોરે 12 વાગ્યે જાહેરાત કરવામાં આવશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અંહીં ક્લિક કરો...