છત્તીસગઢ ચૂંટણી Live: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, 2 અધ્યક્ષ અધિકારીઓ અને 2 ટીઆઇ સસ્પેન્ડ
બ્રિંદ્રાનવાગઢ વિધાનસભાના બે મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે બપોર 3 વાગ્યા સુધી ચાલુ રહેશે.
રાયપુર: છત્તીસગઢમાં બીજા તેમજ છેલ્લા તબક્કાની 19 જિલ્લાની 72 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 22 ટકા વોટિંગ પુરૂ થઇ ગયું છે. EVM મશીનોમાં સામે આવી રહેલી ખામીઓના કારણે મતદાન પ્રક્રિયા ધીમી થઇ ગઇ છે. ત્યારે પંડરિયા વિધાનસભાના ખેરવારમાં ભાજપના સિંબોલ પર વોટ પડવાને લઇ કોંગ્રેસ નેતાઓએ ચૂંટણી કમિશનમાં તેની ફરિયાદ કરી અને ભાજપ પર EVM ટેંપરિંગનો આરોપ લગાવ્યો છે. જેના કારણે છત્તીસગઢ PCC ચીફ ભૂપેશ બધેલે કહ્યું કે EVM મશીન ત્યાં જ ખરાબ થઇ રહ્યું છે જ્યાં કોંગ્રેસની સ્થિતી મજબૂત છે. ત્યારે કેટલીક જગ્યાઓ પર હજુ પણ મતદાન પ્રક્રિયા શરૂ થઇ નથી.
તમને જણાવી દઇએ કે ગરિયાબંધના પરેવા પાલી મતદાન કેન્દ્રમાં ગ્રામીણોએ ચૂંટણી બહિષ્કાર કરી અત્યાર સુધીમાં એક પણ વોટ આપ્યો નથી. આ ગામમાં મૂળભૂત સુવિધાઓ ન હોવાતી અહીંયા ગ્રામીણ લોકો ઘણા રોષે ભરાયા છે. ત્યારે અધિકારીઓએ જ્યારે ગ્રામીણો સાથે વાત કરવાની માંગ કરી તો તેમે નકારી કાઢી હતી. પેંડ્રાના એક પોલિંગ બૂથમાં છત્તીસગઢ જનતા કોંગ્રેસના પ્રમુખ અજીત જોગી તેમના પુત્ર અમિત જોગી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.
તમને જણાવી દઇએ કે મતદાન પ્રક્રિયા શરૂ થવાની સાથે જ પ્રદેશના જૂદા-જૂદા વિસ્તારોમાંથી EVM મશીમાં ટેકનિકલ ખામી સર્જાઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં કવર્ધાની 236 નંબરના પોલિંગ બૂથનું મશીનમાં ખામી સર્જાયા હોવાનું સામે આવ્યું અને સીએમ રમન સિંહને પણ આ વિસ્તારથી જ મત આપવાનો બાકી છે. પરંતુ EVM મશીનમાં ખામી સર્જાવવાના કારણે મતદાન પ્રક્રિયા અટકાઇ છે. તમને જણાવી દઇએ કે, સમગ્ર 72 બેઠકો પર મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થયુ છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. છત્તીસગઢમાં છેલ્લા તબક્કાના મતદાનને લઇ પીએમ મોદીએ પણ ટ્વિટ દ્વારા છત્તીસગઢની જનતાને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
રાજ્યમાં આ સ્થિતિમાં ત્રિકોણીય ચૂંટણી છે, જેમાં એક બાજુ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છે, તો બીજી બાજુ વિપક્ષી કોંગ્રેસ છે. ત્યારે અજીત જોગી અને માયાવતીનું ગઠબંધન રાજ્યમાં ત્રીજા મોર્ચાના રૂપમાં સામે આવ્યું છે.
બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 1,079 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાંથી કોંગ્રેસ અને ભાજપના દરેક 72 બેઠક પર તેમના ઉમેદવારોને ઉભા કર્યા છે. માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા) 25 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની જનતા કોંગ્રેસ છત્તીસગઢમાં 46 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ)એ 66 બેઠકો પર તેમના ઉમેદવાર ઉભા કર્યા છે.