રાયપુર: કેન્દ્ર સરકારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં દારૂનું વેચાણ કરવાની પરવાનગી આપી દીધી છે. જોકે સોમવારે જે પ્રકારે દારૂની દુકાનો પર ભીડ લાગતાં સોશિયલ ડિસ્ટેંસિંગના ધજાગરા ઉડ્યા, તેનાથી કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો ખૂબ વધી ગયો છે. હવે તેને જોતાં ઘણી રાજ્ય સરકારોએ કાયદાનું પાલન કરાવવા માટે નવા પ્રયોગો કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્યમાં સરકાર કરશે દારૂની હોમ ડિલીવરી
છત્તીસગઢમાં રાજ્ય સરકારે ગ્રીન ઝોનમાં દારૂની હોમ ડિલીવરી કરવાનો નિર્ણય કર્યો છે. તેના માટે એક વેબ પોર્ટલ અને એપને લોન્ચ કરવામાં આવી છે, તેના પર લોકો પોતાના ઓર્ડર આપી શકે છે. આ પોર્ટલને છત્તીસગઢ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ  (CSMCL) ના નામે રાખવામાં આવ્યું છે. સૂચના વિભાગના અધિકારીએ આ જાણકારી આપી છે. 


23 માર્ચથી બંધ હતી દારૂની દુકાનો
રાજ્યમાં દારૂની દુકાનો 23 માર્ચથી બંધ હતી, જેને સોમવારથી ખોલવામાં આવી છે, તો બીજી તરફ મોલ અને રેડ ઝોનમાં આવેલી દુકાનો હાલ બંધ છે. જોકે રાજધાની રાયપુર સહિત ઘણા જિલ્લાઓમાં ભીડ એટલી જમા થઇ, જેથી સામાજિક અંતરના નિયમનું પાલન ન થયું. 


આ જિલ્લાઓમાં નહી થાય ડિલીવરી
અધિકારીએ સ્પષ્ટ કર્યું કે રાયપુર અને કોરબા જિલ્લામાં હોમ ડિલીવરી શરૂ નહી થાય કારણ કે આ જિલ્લા હાલ ગ્રીન ઝોનમાં નથી. હોમ ડિલીવરીના લોકોને પોતાનો મોબાઇલ નંબર, આધાર નંબર રજિસ્ટર કરવો પડશે. આ સાથે જ એડ્રેસ પણ જણાવવું પડશે, જ્યાં તે તેની હોમ ડિલીવરી ઇચ્છે છે. ઓર્ડરને ડિલીવર કરતાં પહેલાં એક ઓટીપી મોકલવામાં આવશે. એકવારમાં ગ્રાહક 5 હજાર એમએલ દારૂનો ઓર્ડર કરી શકો છો. તેના માટે 120 ડિલીવરી ચાર્જ ચૂકવવો પડશે. 


વિપક્ષે ગણાવ્યું શરમજનક
મુખ્ય વિપક્ષી દળ ભાજપે કોંગ્રેસ સરકારના આ નિર્ણયને શરમજનક ગણાવ્યો છે. તેણે કહ્યું કે સરકારને આ નિર્ણય પરત લેવો જોઇએ. વિધાનસભામાં વિપક્ષના નેતા ધારામલ કૌશિકે કહ્યું કે સરકારે સત્તામાં આવ્યા પછી દારૂબંધીની વાત કહી હતી, પરંતુ હવે તો પોતાને વેચી રહી છે, જોકે નીતિની બિલકુલ વિરૂદ્ધ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube