VIDEO: બલરામપુરમાં બાળકી પર ગેંગ રેપની ઘટનાને મંત્રીજીએ ગણાવી `નાની ઘટના`
છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. સરકારના મંત્રીએ હાથરસની ઘટના અને બલરામપુર રેપ ઘટનાની સરખામણી કરીને બલરામપુરની ઘટનાને `નાની ઘટના` ગણાવતા ખુબ હોબાળો મચ્યો છે.
રાયપુર: જ્યાં દેશભરમાં એકબાજુ હાથરસ ગેંગરેપ કેસ (Hathras Gangrape Case) મામલે ખુબ આક્રોશ છે ત્યાં અનેક રાજકીય પક્ષો આવા ગંભીર મુદ્દે પણ રાજકીય રોટલા શેકી રહ્યા છે. જે ખુબ જ ચિંતાજનક બાબત છે. હાથરસ કેસને લઈને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હાથરસ બાદ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અલગ અલગ જિલ્લાઓ અને દેશના અન્ય રાજ્યોમાં પણ દુષ્કર્મના કેસ સામે આવ્યા છે. આવી જ એક ઘટના છત્તીસગઢના બલરામપુર (Balrampur) માં સામે આવી છે. જેમાં 14 વર્ષની છોકરી પર દુષ્કર્મનો મામલો છે. આ કેસ વિશે ભૂપેશ બઘેલ સરકારમાં શ્રમમંત્રી શિવકુમાર દહરિયા(Shiv Dahariya) એ એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે જેના કારણે હોબાળો મચ્યો છે.
Hathras Case: પીડિતાના ઘરે પહોંચી SIT ટીમ, સવર્ણોની પણ પંચાયત શરૂ
મંત્રીજીએ બલરામપુરમાં ઘટેલી રેપની ઘટનાને હાથરસ દુષ્કર્મ સાથે સરખામણી કરી અને બનેની સરખામણીમાં બલરામપુરની રેપની ઘટનાને નાની ગણાવી દીધી જ્યારે હાથરસની ઘટના મોટી અને ગંભીર ગણાવી. જો કે પાછળથી તેમણે પછી આ મુદ્દે સ્પષ્ટતા કરવી પડી અને કહ્યું કે મેં દુષ્કર્મની કોઈ ઘટનાને નાની ગણાવી નથી. દુષ્કર્મની ઘટના હંમેશા મોટી ઘટનાઓ હોય છે. મેં ફક્ત એક પછી એક ઘટેલી દુષ્કર્મની ઘટનાઓ પર મારા વિચારો રજુ કર્યા હતાં. મારા વિચાર દુષ્કર્મ પર નહતા.
Hathras Case માં નવો વળાંક, પીડિત પરિવાર Narco Test કરાવવા માટે તૈયાર નથી
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube