સુદીપ ત્રિપાઠી, અંતાગઢ: છત્તીગઢના કાંકેર જિલ્લામાં માઇનોર દુષ્કર્મ પીડિતાને ગ્રામજનો દ્વારા નિર્દયતા પૂર્વક માર માર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, પખાંજુર વિસ્તાના બાંદે સ્ટેશન વિસ્તારની અંતર્ગત આવતા વિષ્ણુપુરના ગ્રામજનોએ દુષ્કર્મ પીડિતાને જાહેરમાં માર માર્યો હતો. એટલું જ નહીં બાળકીના બચાવવા માટે આવેલી મહિલાને પણ આ લોકોએ માર માર્યો હતો. ઘટનાના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં ગામની મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે પીડિતાને 2 દિવસ પહેલા 65 વર્ષિય વૃદ્ધ પર દુષ્કર્મનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્ચારે પોલીસનું કહેવું છે કે, તેમને એવી જાણકારી મળી છે કે ગ્રામજનો દ્વારા દુષ્કર્મ કેસમાં આરોપીને બચાવવા માટે પીડિતા પર દબાવ બનાવવા જઇ રહ્યાં હતાં. વાત ના માનવા પર ગ્રામજનો દ્વારા તેની સાથે મારામારી કરાઇ હતી.


કાંકેર જિલ્લાના એડિશનલ એસપી રાજેંદ્ર જાયસવાલે જણાવ્યું હતું કે પોલીસનો વીડિયોની જાણકારી મળી હતી. વીડિયોના આધારે લોકો સાથે પુછપરછ કરવામાં આવી હતી. જ્યારે આ મામલે પીડિતા તરફથી કોઇ લેખિત ફરિયાદ કરવામાં આવી નથી.


વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પીડિતા અને તેને બચાવવા આવતી મહિલાની સાથે મારામારી કરાવમાં આવી રહીં છે. શરમજનક વાત છે કે ગામની મહિલાઓ પણ ત્યાં ઉભી રહી તમાસો જોઇ રહી હતી, પરંતુ કોઇએ તેનો વિરોધ કર્યો ન હતો. એટલું જ નહી કેટલીક મહિલાઓ પણ આ બાળકી અને તેને બચાવનારી મહિલાને માર મારી રહ્યાં હતા.