નવી દિલ્હી : છત્તીસગઢનાં રાજનાંદગાંવમાં ખેરાગઢમાં પોલીસ 5મી મેએ પોલીસનાં હાથ લાગેલા નક્સલવાદીઓનાં સહયોગી અશ્વિની વર્માએ ઘણા રહસ્યો ઉકેલ્યા છે. આરોપી અશ્વિની વર્માએ પોલીસ કસ્ટડીમાં પુછપરછ દરમિયાન જણાવ્યું કે, નોટબંધી દરમિયાન નક્સલવાદીઓએ તેને 92ની જુની નોટ આપી હતી. નક્સલવાદીઓએ તેને આ જુની નોટો બદલવા માટે આપ્યા હતા. જેમાંથી આરોપીએ 30 લાખ નોટો બદલીને નક્સલવાદીઓને હવાલે કરી દીધી હતી, બાકીની રકમ બદલીને આરોપી અશ્વિનીએ 33 લાખની કૃષી જમીન, 4 લાખનું સોનું ચાંદીનાં આભૂષણ, એક મહિન્દ્રા ડીઆઇ પીકઅપ, એક બાઇક અને એક સ્વરાજ મઝદા ખરીદી હતી. તે ઉપરાંત બચેલા પૈસાથી નકસલવાદીઓનાં દૈનિક ઉપયોગની વસ્તુઓ પહોંચાડતો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપીએ આપેલા નિવેદનમાં અને સંકેતો પર ખેરાગઢ પોલીસે નક્સલવાદીઓનાં રૂપિયાને જપ્ત કરી લીધા છે અને આરોપીએ જણાવ્યું કે, નક્સલવાદીઓને સહયોગીઓની તપાસ કરી રહ્યા છે. સુત્રો અનુસાર પોલીસે આરોપી અશ્વિની વર્માનાં ખુલાસા બાદ પોલીસે ખેરાગઢનાં કેટલાક મોટા વેપારીઓ અને ખેરાગઢનાં નિવાસીઓની પુછપરછ કરી છે. આરોપીએ પોતાનાં કબુલનામાંમાં ઘણા ખુલાસા કર્યા છે. જેનાં આધારે પોલીસ તપાસ કરી રહી છે. અશ્વિનીનાં અનુસાર તેનાં ઉપરાંત અન્ય પણ ઘણા લોકોએ નક્સલવાદીઓનાં રૂપિયા વાપર્યો હતો. 

પુછપરછમાં ખેરાગઢ ક્ષેત્રનાં અન્ય નક્સલવાદીઓ અને નક્સલવાદીઓનાં સહયોગીઓ અંગે તથા આવવા જવાનાં રસ્તા અંગે માહિતી મળી છે. સાથે જ તેણે ક્ષેત્રનાં નક્સલવાદીઓ કમાન્ડરો અને નક્સલવાદીઓ પાસે એકત્રીત સામાનની માહિતી આપી છે. આરોપીઓ પાસેથી મળતી માહિતી બાદ પોલીસે ખેરાગઢમાં નક્સલ વિરોધી અભિયાન ાલુ કર્યું છે. પોલીસનું નક્સલ વિરોધી અભિયાન નિરંતર ચાલું રહેશે.