ભોપાલ : મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે એક જ આઉટલેટ પર દૂધ અને ચિકન વેચવાની યોજના ચાલુ કરી છે અને દાવો કર્યો છે કે અહીં મળનારુ દુધ અને ચિકનની શુદ્ધતાની સંપુર્ણ ગેરેન્ટી છે, પરંતુ સરકારનાં આ નિર્ણયનું ભાજપનો આકરો વિરોધ કર્યો છે. ભાજપનો આરોપ છે કે, ચિકન-દૂધ સાથે વેચવાનાં કારણે લોકોની ધાર્મિક ભાવનાઓ દુભાઇ રહી છે. જેથી સરકારે આ યોજના અંગે વિચાર કરે અને બંન્ને દુકાનો અલગ અલગ કરવામાં આવે. ભાજપ ધારાસભ્ય રામેશ્વર શર્માએ મુખ્યમંત્રી કમનલાથને પત્ર લખીને દુધ અને કડકનાથ ચિકનની દુકાનને અલગ અલગ રાખવાની માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાક. દ્વારા સતત સીઝફાયરનુ ઉલ્લંઘન, મંઝાકોટ સેક્ટરમાં બંધ કરાવાઇ શાળા
ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માનું કહેવું છે કે, સરકારનાં આ નિર્ણયથી લોકોની ધાર્મિક ભાવનાઓ દુભાઇ શકે છે. કારણ કે આ યોજના હેઠળ ગાયનું દુધ અને ચિકન એક સાથે વેચાઇ રહ્યા છે, એટલા માટે સરકારનો આ નિર્ણય હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડનારુ છે. ગાયનું દુધ ધર્મના લોકો ઉપવાસ અને ભગવાનની પુજા માટે પણ વપરાય છે. તેવામાં જ્યારે એક વ્યક્તિ દુધ અને ચિકન વેચાશે તો આ દુધ કોઇ પણ પ્રકારે પુજામાં ઉપયોગી થઇ શકે નહી અને ન તો ઉપવાસમાં. એટલા માટે આપણે સરકારનાં આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ.


હિંદી દિવસ: અસુદ્દીનનાં ટ્વીટનો જવાબ, ગિરિરાજ સિંહે આપ્યો સણસણતો જવાબ
રિયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા માટે મોદી સરકારની મોટી જાહેરાત, 10 હજાર કરોડનું ફંડ
સરકારે એક સાથે દુધના પાર્લર અને ચિકન પાર્લર ખોલીને હિંદુ સમાજનાં લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. હિંદુઓની ધાર્મિક ભાવનાઓ સાથે રમત કરવામાં આવી રહી છે, સરકારને પોતાનાં આ નિક્ણય અંગે વિચાર કરવો જોઇએ અને ચિકન અને મિલ્ક પાર્લરને અલગ-અલગ સ્થળો પર ખોલવું જોઇએ. સાથે જ તે પણ સુનિશ્ચિત કરવું જોઇએ કે બંન્ને વ્યવસાયનાં વ્યવસાયી પણ અલગ હોય.


યુવતી સાથે નાગિન ડાન્સ કરતો યુવક એકાએક પડ્યો અને મોતને ભેટ્યો, ઘટના કેમેરામાં કેદ, જુઓ VIDEO



બીજી તરફ મધ્યપ્રદેશ સરકારનાં પશુપાલન મંત્રી લાખન સિંહ યાદવે ભાજપના આ આરોપોને નિરાધાર ગણાવ્યા છે.મંત્રી લાખન સિંહનું કહેવું છે કે ભાજપે લગાવેલા તમામ આરોપો નિરાધાર છે, કારણ કે ચિકન પાર્લર અને મિલ્ક પાર્લરની વચ્ચે પાર્ટિશન કરવામાં આવ્યું છે. દુધ અને ચિકન એક સાથે વેચવામાં નથી આવી રહ્યા. પાર્ટિશન એક તરફ ચિકન તો બીજી તરફ ગાયનું દુધ વેચાઇ રહ્યું છે.