હિંદી દિવસ: અસુદ્દીનનાં ટ્વીટનો જવાબ, ગિરિરાજ સિંહે આપ્યો સણસણતો જવાબ

હિંદી દિવસ પ્રસંગે ઓવૈસીના વિવાદિત ટ્વીટ અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વળતો પ્રહાર કર્યો

હિંદી દિવસ: અસુદ્દીનનાં ટ્વીટનો જવાબ, ગિરિરાજ સિંહે આપ્યો સણસણતો જવાબ

નવી દિલ્હી : આજે સમગ્ર દેશ - દુનિયામાં હિંદી દિવસ (Hindi Diwas) મનાવવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) શનિવારે હિંદી દીવસ પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ આપી અને કહ્યું કે, હિંદી દેશને એકતાની ડોરમાં બાધવાનું કામ કરી શકે છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) હિંદી દિવસ પર એક વિવાદિટ ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે, ભારત હિંદી, હિંદુ અને હિંદુત્વથી અનેકગણુ મોટુ છે. ઓવૈસીએ ટ્વીટ કરીને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે (Giriraj Singh) વળતોપ્રહાર કર્યો છે.

પાક. દ્વારા સતત સીઝફાયરનુ ઉલ્લંઘન, મંઝાકોટ સેક્ટરમાં બંધ કરાવાઇ શાળા
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, અમિતશાહે એક દેશ એક ભાષાની વાત કહી છે તે બિલકુલ યોગ્ય છે પરંતુ ઓવૈસી જેવા લોકોનાં જેહનમાં જિન્નાનું જિન્ન વસે છે. તેઓ રાષ્ટ્રીયતાની વાત શા માટે કરશે.  ઓવૈસી એ જ વ્યક્તિ છે જે સદનમાં રાષ્ટ્રીયતા, 370, કોમન સિવિલ કોડની વાત થવા અંગે ત્યાંથી નિકળી જાય છે. જ્યારે પણ એક ભારતની વાત આવે છે ત્યારે જિન્નાનું જિન્ન નિકળીને તેમના ચહેરા અને તેમની જીભ પર નિકળીને આવી જાય છે.

યુવતી સાથે નાગિન ડાન્સ કરતો યુવક એકાએક પડ્યો અને મોતને ભેટ્યો, ઘટના કેમેરામાં કેદ, જુઓ VIDEO
આ અગાઉ ઓવૈસીએ પોતાનાં ટ્વીટમાં કહ્યું કે, હિંદી તમામ ભારતીયોની માતૃભાષા નથી. શું તમે લોકો દેશમાં બોલવામાં આવતી અન્ય માતૃભાષાઓની વિવિધતા અને સોંદર્યની પ્રશંસા કરવાના પ્રયાસો કરી શકે છે. આર્ટિકલ 29 દર ભારતીયને અલગ ભાષા, સ્ક્રિપ્ટ અને સંસ્કૃતીનો અધિકાર આપે છે.

India's much bigger than Hindi, Hindu, Hindutva https://t.co/YMVjNlaYry

— Asaduddin Owaisi (@asadowaisi) September 14, 2019

ઓડિશામાં સૌથી મોટું ટ્રાફિક ચલણ બન્યું, દંડની રકમ સાંભળીને જો જો બેભાન ન થઈ જતા
હિંદી દિવસ પર વડાપ્રધાન મોદીએ પાઠવી શુભકામનાઓ
મોદીએ ટ્વીટર પર કહ્યું કે, હિંદી દિવસ પ્રસંગે તમને હાર્દિક શુભકામનાઓ. ભાષાની સરળતા, સહજતા અને શાલીનતા અભિવ્યક્તિને સાર્થકતા પ્રદાન કરે છે. હિંદીનાં આ પાસાઓને ખુબસુરતીથી સમાહિત કર્યા છે. 
અમિત શાહે ટ્વીટ કર્યું કે, આજે હિંદી દિવસ પ્રસંગે હું દેશનાં તમામ નાગરિકોને અપીલ કરુ છું કે અમે પોત-પોતાની માતૃભાષાનાં પ્રયોગને વધારો અને સાથે જ હિંદી ભાષાનો પણ પ્રયોગ કરીને દેશની એક ભાષાનાં પુજ્ય બાપુ અને લોહ પુરૂષ સરદાર પટેલને સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news