ચિદમ્બરમ CBI રિમાન્ડમાં જ રહેશે, 5 સપ્ટેમ્બરે ED કેસમાં ચૂકાદો આપશે સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ દરમિયાન ચિદમ્બરમના વકીલ સેશન કોર્ટ, ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી પર વહેલી સુનાવણીની માગણી કરી શકશે નહીં
નવી દિલ્હીઃ પી. ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી 5 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, પી. ચિદમ્બરમના વકીલ સેશન કોર્ટ, ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી માટે વહેલા સુનાવણીની માગણી કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટ 5 સપ્ટેમ્બરના રોજ ED કેસમાં આગોતરા જામીન અરજી અંગે ચૂકાદો આપશે.
આ અગાઉ ચિદમ્બરમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, તુષાર મહેતાએ ગઈકાલે કોર્ટને ગેરમાર્ગે દોરી છે. તેમણે જણાવ્યું કે, સીબીઆઈ કસ્ટડીના આજે 15 દિવસ પુરા થઈ રહ્યા છે, જ્યારે હકીકતમાં આવતીકાલે થવાનવા છે. તુષાર મહેતાએ જણાવ્યું કે, આ આદેશ આપ્યો ત્યારે જામીન અરજી દાખલ કરાઈ ન હતી. આ અંગે ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે, અમે કોર્ટને આ બાબતે માહિતગાર કરી હતી.
સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલ પર ટૂંક સમયમાં જ લાગશે પ્રતિબંધ, સરકારે બનાવી વિશેષ યોજના
આ બાજુ સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે, હવે અમારે ચિદમ્બરમની કસ્ટડીની જરૂર નથી. આ અગાઉ સીબીઆઈ રિમાન્ડ કેસમાં ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે 2 સપ્ટેમ્બરના રોજ આદેશ આપ્યો હતો કે, તેઓ નીચલી અદાલમાં પોતાની જામીન અરજી આપે. સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે, નીચલી અદાલત અરજી પર વહેલી તકે ચુકાદો સંભળાવે.
અહો આશ્ચર્યમ! કાગડો છેલ્લા 3 વર્ષથી લઈ રહ્યો છે બદલો, વ્યક્તિનું જીવન કર્યું હરામ!
જોકે, સોમવારે સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈના વકીલ તુષાર મહેતાએ કોર્ટને પોતાના આદેશ પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી. મહેતાએ જણાવ્યું કે, તમારા આ આદેશથી એક રીતે ચિદમ્બરમને જામીન મળી ગયા છે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ચિદમ્બરમના સીબીઆઈ રિમાન્ડ મંગળવાર સુધી વધારવામાં આવ્યા છે.
જુઓ LIVE TV....