પિતાની જ નહીં, માતાની અટકનો પણ ઉપયોગ કરી શકે છે બાળકો: દિલ્હી હાઈ કોર્ટ
દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) શુક્રવારે કહ્યું કે એક પિતાને તેની પુત્રી માટે શરતો નક્કી કરવાનો કોઈ અધિકાર નથી. દરેક બાળકને તેની માતાની અટકનો (Surname) ઉપયોગ કરવાનો અધિકાર છે
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) શુક્રવારે કહ્યું કે એક પિતાને તેની પુત્રી માટે શરતો નક્કી કરવાનો કોઈ અધિકાર નથી. દરેક બાળકને તેની માતાની અટકનો (Surname) ઉપયોગ કરવાનો અધિકાર છે. કોર્ટે આ ટિપ્પણી તે સમયે કરી જ્યારે એક સગીર છોકરીના પિતાએ અરજી કરી હતી જેમાં અધિકારીઓને તે આદેશ કરવા માંગ કરી હતી કે, દસ્તાવેજોમાં તેમની પુત્રીની અટક તરીકે તેનું નામ દર્શાવવામાં આવે, ના કે તેની માતાનું નામ.
'માતાની અટકનો ઉપયોગ કરી શકે છે બાળકો'
જો કે, જસ્ટિસ રેખા પલ્લીએ આ વાતને નકારી દીધી અને કહ્યું, 'એક પિતાની પાસે પુત્રીને આ ફરમાન કરવાનો અધિકાર નથી કે તેણે માત્ર તેની અટકનો ઉપયોગ કરવો જોઈએ. જો સગીર છોકરી તેની વર્તમાન અટકથી ખુશ હોય તો સમસ્યા શું છે? કોર્ટે કહ્યું કે દરેક બાળકને તેની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકાર છે જો તે ઈચ્છે તો. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે તેની પુત્રી સગીર છે અને આવા મુદ્દાઓ પોતે નક્કી કરી શકતી નથી.
આ પણ વાંચો:- બ્લૂટૂથ કે ઈયરફોન યુઝ કરતા પહેલા રાખો ધ્યાન..! તમારી સાથે આવું ના થાય
'કોર્ટે ફગાવી દીધી અરજી'
અરજદારના વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે બાળકની અટક તેની બીજી પત્નીએ બદલી છે. તેમણે દાવો કર્યો હતો કે નામ બદલવાથી વીમા ફર્મ પાસેથી વીમા સેવાઓ મેળવવી મુશ્કેલ બનશે, કારણ કે પોલિસી છોકરીના નામ પર તેના પિતાની અટક સાથે લેવામાં આવી હતી. કોર્ટે પિટિશન ફગાવી દેતા કહ્યું કે તે વ્યક્તિને તેની પુત્રીની શાળાના જઈ પિતા તરીકે પોતાનું નામ બતાવવાની સ્વતંત્રતા છે.
(ઇનપુટ-ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube