Bluetooth કે Earphones યુઝ કરતા પહેલા આ સમાચાર એક વખત વાંચી લો... તમારી સાથે આવું ના થાય
રાજસ્થાનમાં (Rajasthan) ઇયરફોનમાં વિસ્ફોટ (Earphones Blast) થવાથી એક યુવાનનું આઘાતજનક મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક જયપુરના (Jaipur) ચૌમુના ઉદયપુરીયા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે
Trending Photos
હામીમખાન/ અમદાવાદ- ચૌમુ: રાજસ્થાનમાં (Rajasthan) ઇયરફોનમાં વિસ્ફોટ (Earphones Blast) થવાથી એક યુવાનનું આઘાતજનક મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક જયપુરના (Jaipur) ચૌમુના ઉદયપુરીયા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. કાનમાં ઇયરફોન (Bluetooth Earphones) અચાનક જોરદાર ધડાકા સાથે ફાટ્યા હતા. આ અંગે ડોક્ટરે જણાવ્યું હતું કે, કદાચ કાર્ડિયાક એરેસ્ટને કારણે મોત થયું.
રાજસ્થાનની (Rajasthan) રાજધાની જયપુરના ચૌમુમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જો તમે પણ તમારા કાનમાં બ્લૂટૂથ ઇયરફોન (Bluetooth Earphones) લગાવો છો તો તમારે આ સમાચાર પહેલા ખાસ જાણવા જરૂરી છે. તમારે પહેલા તો આ ધ્યાન રાખવું જોઇએ કે તમે જે કાનમાં બ્લૂટૂથ ઈયરફોન વાપરો છો તે ફાટશે કે નહીં. ચૌમુ વિસ્તારના ઉદયપુરીયા ગામમાં એક યુવકના કાનમાં ફિટ કરેલા બ્લૂટૂથ ઇયરફોન (Earphones Blast) અચાનક જોરદાર ધડાકા સાથે ફાટ્યા હતા. જેના કારણે યુવકના બંને કાનમાં ગંભીર ઈજા પહોંચી હતી. યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં શહેરની સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:- શર્લિને રાજ કુન્દ્રા પર કર્યો આ ગંભીર આક્ષેપ, ક્રાઈમ બ્રાંચે પાઠવ્યું સમન્સ; એક્ટરની થશે પૂછપરછ
જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ રાકેશ નાગર તરીકે થઈ છે. તબીબોએ મૃતદેહ સંબંધીઓને સોંપી દીધો છે. હોસ્પિટલના ડોક્ટર એલ.એન.રુંડલાએ જણાવ્યું કે મૃતક કાનમાં ઇયરફોન સાથે વાત કરી રહ્યો હતો કે અચાનક ઇયરફોન ધડાકા સાથે ફાટ્યા અને રાકેશ બેભાન થઇ ગયો. યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જે કદાચ દેશમાં આ પ્રકારનો પ્રથમ કેસ છે. આ રીતે કોઈના કાનમાં બ્લૂટૂથ ફાટ્યા હોય અને યુવાનનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે