નવી દિલ્હીઃ બાલ દિવસ(Children's Day) દેશભરમાં 14 નવેમ્બરના(14 November) રોજ મનાવાય છે. 14 નવેમ્બરના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુનો (Pandit Jawaharlal Nehru) જન્મદિવસ (Birthday) છે. બાલ દિવસના રોજ અનેક શાળાઓમાં અભ્યાસ કરાવાતો નથી, પરંતુ રમત-ગમતનું આયોજન કરવામાં આવે છે. અનેક સ્કૂલોમાં બાલ દિવસના રોજ બાળકોને પિકનિક પર લઈ જવામાં આવે છે. બાલ દિવસના રોજ સ્કૂલોમાં બાળકોને ગિફ્ટ્સ આપવામાં આવે છે. બાલ દિવસ ઉત્સવનું આયોજન દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોના મહત્વને દર્શાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 નવેમ્બરના(14 November) રોજ જ કેમ મનાવાય છે બાલ દિવસ
સંયુક્ત રાષ્ટ્રોએ(United Nations) 20 નવેમ્બર, 1954ના રોજ 'બાલ દિવસ' મનાવાની જાહેરાત કરી હતી. ભારતમાં પંડિત જવાહર લાલ નેહરુના (Jawaharlal Nehru) નિધન પહેલા 20 નવેમ્બરના રોજ બાલ દિવસ મનાવાતો હતો. 27 મે, 1964ના રોજ પંડિત નેહરુના નિધન પછી બાળકો પ્રત્યેના તેમના પ્રેમને જોતાં સર્વસંમતિ સાથે એ નિર્ણય લેવાયો હતો કે હવેથી દેશમાં દર વર્ષે 'ચાચા નેહરુ'ના જન્મદિવસ 14 નવેમ્બરના રોજ 'બાલ દિવસ' મનાવામાં આવશે. 


બાળકો વિશે પંડિત નેહરુ
પંડિત નેહરુ (Pandit Nehru) બાળકોને ખુબ જ પ્રેમ કરતા હતા અને એટલા માટે જ તેઓ 'ચાચા નેહરુ'(Chacha Nehru) તરીકે પણ ઓળખાતા હતા. તેઓ કહેતા હતા કે, "આજના બાળકો આવતીકાલનું ભારત બનાવાના છે. આપણે તેમનો જેવી રીતે ઉછેર કરીશું, દેશના ભવિષ્યનું એ મુજબ નિર્માણ થશે."


વિદ્યાર્થીઓના પ્રદર્શન સામે JNU તંત્રની પીછેહઠ, ફી વધારો ખેંચ્યો પાછો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....