નવી દિલ્હી : વિશ્વ માટે માથાનો દુખાવો બની ચુકેલા ચીન  (China) કોરોના વાયરસ બાદ (coronavirus) શું વિશ્વને વધારે એક મુસીબતમાં ઝોંકવાની તૈયારી કરી રહ્યુ છે. શુ ચીને વિશ્વને કોરોના સામે વિશ્વયુદ્ધ બાદ કોઇ અન્ય યુદ્ધમાં ઝોંકવાની તૈયારી કરી લીધી છે. શું ચીન ઇચ્છે છે કે, વિશ્વ શાંતિથી રહેવા લાયક જ ન બચે. આ તમામ વાતો એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે, ચીને કોરોના કાળમાં પણ પોતાના સંરક્ષણ બજેટને 6.6 ટકા વધારી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષી દળોની બેઠકમાં સોનિયા ગાંધીનું નિવેદન આર્થિક પેકેજ દેશનાં નાગરિકો સાથે ક્રૂર મજાક સમાન

ચીને પોતાનુ સંરક્ષણ બજેટ વધારીને 179 અબજ ડોલર કરી દીધું છે. અમેરિકા બાદ સૌથી વધારે સૈન્ય ખર્ચ કરનાર ચીન વિશ્વનો બીજો દેશ છે. ચીનનુ સંરક્ષણ બજેટ ભારતની તુલનાએ ત્રણ ગણું છે. ગત્ત વર્ષે ચીને સંરક્ષણ બજેટ 177.6 અબજ ડોલર હતું. 


રાહુલ ગાંધીએ કહ્યું કે, મજુરોને ભોજન અને ખેડૂતોને મદદ નહી મળે તો દેશ આર્થિક પાયમાલ થશે

સંરક્ષણ બજેટ વધારીને મહાયુદ્ધની તૈયારી કરી રહ્યું છે ડ્રેગન
ચીને 2020 માટે સરક્ષણ બજેટમા 6.6 ટકાનો વધારો કર્યો છે. કોરોના મહાસંકટ છતા પણ ચીન પોતાના સંરક્ષણ બજેટ પાછળ 180 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. સંરક્ષણ બજેટમાંથી એરક્રાફ્ટ કેરિયર, પરમાણુ સબમરીન અને સ્ટીલ્થ ફાઇટર જેટનુ નિર્માણ વિશ્વના બીજા દેશો આર્થિક મંદી વચ્ચે પોતાના બજેટ ઘટાડી રહ્યા છે. અમેરિકા બાદ ચીન સૌથી વધારે સંરક્ષણ પાછળ ખર્ચ કરનારો દેશ બન્યો છે.


કોરોનાથી સ્વસ્થય થયેલા દર્દીઓનાં ટેસ્ટ પણ આવી રહ્યા છે પોઝિટિવ, વૈજ્ઞાનિકોએ કહ્યું ગભરાશો નહી!

ચીને સ્વિકાર્યું કે કોરોનાને કારણે અર્થવ્યવસ્થા પર માઠી અસર પડી છે તેમ છતા પણ સંરક્ષણ બજેટમાં વધારો કરવો જરૂરી છે. જો કે આવામાં સવાલ થાય છે કે, કોરોનાને કારણે મંદી છતા પણ ચીને સંરક્ષણ બજેટમાં વધારો કર્યો તેની પાછળનું મુખ્યકારણ શું છે? શું અમેરિકાથી વધી રહેલા ખતરા બાદ ચીન અમેરિકા સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.


દેશ માટે ખુબ જ ફાયદાકારક રહ્યુ LOCKDOWN નહી તો આજે 70 લાખ કેસ હોત, જાણો શું કહ્યું સરકારે

હાલ ચીનનું સંરક્ષણ બજેટ જે સામે આવ્યુ છે, તે અંગે નિષ્ણાંતોને ચિંતા છે કારણ કે, માનવામાં આવી રહ્યું છે કે, ચીન સંરક્ષણ માટે જેટલું બજેટનો ખર્ચ કરવા માટેની વાત કરી રહ્યું છે. તેનું સંરક્ષણ બજેટ તેના કરતા અનેક ગણું હોય છે. ચીને આ વખતે પણ કહ્યું કે સંરક્ષણ બજેટમાં વધારાનો મોટા ભાગનો ખર્ચ સૈનિકોની સ્થિતી સુધારવા માટે કરવામાં આવશે. સંરક્ષણ નિષ્ણાંતોનું કહેવું છે કે, ચીન આની પાછળ ઘણુ છુપાવી રહ્યું છે.


નબળું પડી રહ્યું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, સેટેલાઇટ અને અંતરિક્ષ પર ખતરાની સ્થિતી

ચીન હંમેશાથી પોતાનું સાચુ સંરક્ષણ બજેટ છુપાવતું આવ્યું છે.
ચીનનું વાસ્તવિક સંરક્ષણ બજેટ જણાવાયેલા સંરક્ષણ બજેટ કરતા અનેક ગણું વધારે હોય છે. બજેટમાં અનેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. ચીનને ગત્ત વર્ષે સંરક્ષણ બજેટ 178 અબજ ડોલર જણાવ્યું હતું. જો કે નિષ્ણાંતોના અનુસાર ગત્ત વર્ષે ચીનનું વાસ્તવિક સંરક્ષણ બજેટ 220 અબજ ડોલર હતું. 


Lockdown વચ્ચે સમાજિક તત્વો રમ્યા લોહીની હોળી, દારૂના નશામાં અનેક લોકોને કર્યા જખ્મી

ચીન જો પોતાના સંરક્ષણ બજેટમાં વધારો કરી રહ્યું છે તો તેની પાછળનો મુખ્ય ઉધ્દેશ્ય દક્ષિણ ચીન સાગરમાં પોતાની પકડને વધારે મજબુત કરવાનો છે. ચીન પશ્ચિમ પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરમાં પોતાની સ્થિતી વધારે મજબુત બનાવવા ઇચ્છે. તેવામાં ભારત સહિત અનેક દેશોએ વધારે સતર્ક થવું પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube