આતંકવાદ માટે પાકિસ્તાન-ચીનની `નવી ડીલ`, LoC પર બલૂન રડાર ગોઠવી શકે છે પાક
ભારત વિરૂદ્ધ ચીન અને પાકિસ્તાન મળીને મોટું કાવતરું રચી રહ્યા છે. પાકિસ્તાનની આર્મીએ મોટી સંખ્યામાં SH-15 હોવિત્ઝર તોપનો સોદો ચાઇન નોર્ધન ઇંડસ્ટ્રીઝ કોર્પોરેશનની સાથે કર્યો છે.
નવી દિલ્હી: ભારત વિરૂદ્ધ ચીન અને પાકિસ્તાન મળીને મોટું કાવતરું રચી રહ્યા છે. પાકિસ્તાનની આર્મીએ મોટી સંખ્યામાં SH-15 હોવિત્ઝર તોપનો સોદો ચાઇન નોર્ધન ઇંડસ્ટ્રીઝ કોર્પોરેશનની સાથે કર્યો છે. ગુપ્તચર સૂત્રોએ જાણકારી આપી હતી કે પાક આ બધી ખરીદી LoC અને ઇન્ટરનેશનલ બોર્ડર પર હથિયારોની તૈનાતી માટે કરી રહ્યું છે. જાણકારી અનુસાર પાકિસ્તાન ચીન પાસેથી 236 SH-15 હોવિત્ઝર તોપ ખરીદી રહ્યું છે.
આ ઉપરાંત પાકિસ્તાન, ચીન પાસેથી બૈલૂન બોર્ન સ્પાઇ રડાર (Balloon-borne spy Radars) ખરીદી રહ્યું છે જેને તે LoC પર તૈનાત કરવાની તૈયારીમાં છે. આ રડાર દ્વારા પાક આર્મી ભારતીય સુરક્ષાબળોની ગતિવિધિઓ પર નજર રાખી શકશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાકિસ્તાન જમ્મૂ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર મીડિયમ એલ્ટીટ્યૂડ અને લાંબા સમય સુધી ચાલનાર માનવ રહિત વિમાનો (UAV) ને તૈનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. સિક્યોરિટી એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાને કાશ્મીર ઘાટીમાં તબાહી મચાવ્યા બાદ ઇરાદા પાસેથી મોટી સંખ્યામાં ચીન પાસેથી કૈ હોંગ-4 (સીએચ-4) યૂએવી ખરીદ્યા છે.
આ જાણકારી મળી ચે કે પાકિસ્તાનના બ્રિગેડિયર મોહંમદ જફર ઇકબાલના નેતૃત્વમાં પાકિસ્તાની સેનાની 10 સભ્યોની ટીમે ખરીદ પ્રક્રિયાની સમીક્ષા માટે ચીનનો પ્રવાસ કર્યો છે. પાકિસ્તાની આર્મીની ટીમ તાજેતરમાં જ એયરોસ્પેસ લોન્ગ માર્ચ ઇન્ટરનેશનલ ટ્રેડ કંપની (એએલઆઇટી) પાસેથી ખરીદવામાં આવેલ સામાનને ફેક્ટરી એક્સપેક્ટેંસ ટેસ્ટ માટે ચીન ગઇ હતી.
બ્રિગેડિયર ઇકબાલે આ પહેલાં ડિસેમ્બર 2019માં પહેલી ખેપની ફેક્ટરી એક્સપેટેંસ ટેસ્ટ માટે ચીનનો પ્રવાસ કર્યો હતો, જેના માટે ડિલીવરી 2020માં શરૂ થવાની હતી. સીએચ-4નું વજન 1200 થી 1300 કિલો હોય છે .અલગ-અલગ વેરિએન્ટનું વજન અલગ-અલગ હોય છે. આ પેલોડની મોટી સીરીઝ પણ લઇ જઇ શકે છે. આ યૂએસવી પહેલાંથી જ ઇરાકી આર્મી અને રોયલ જોર્ડનિયન એરફોર્સ જવી સેનાઓમાં સામેલ થઇ ચૂક્યા છે.
થોડા દિવસો પહેલાં ગુપ્ત રિપોર્ટ્સ દ્વારા ખુલાસો થયો હતો કે પાકિસ્તાની આર્મીના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી)ના કમાન્ડોઝ અફઘાનિસ્તાનના એક ગુપ્ત સ્થળ પર તાલિબાની અને અફઘાની આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે. આ રિપોર્ટમાં આગળ જણાવ્યું કે આ આતંકવાદી જમ્મૂ-કાશ્મીરમાં પેટ્રોલિંગ કરતી સેનાની ટુકડીઓ અને સૈન્ય છાવણીઓ પર હુમલો કરવાની યોજના બનાવી રહી છે.
રિપોર્ટમાં ત્યાં સુધી દાવો કરવામાં આવ્યો છે કે ઘાટીમાં આતંકવાદી હુમલા શરૂ કરવા અને પાકિસ્તાન પાસેથી આતંકવાદીઓની ઘૂસણખોરીને સરળ બનાવવા માટે કાશ્મીરના ઘણા આતંકવાદી સંગઠન પરસ્પર એકબીજા સાથે મળીને કામ કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર