ગભરાયેલા ચીને ઉઠાવ્યો 59 Chinese Apps બેનનો મુદ્દો, ભારત આપ્યો આકરો જવાબ
પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીની એપ્સ (Chinese Apps) પર લેવામાં આવેલા ભારતના સખત પગલાંથી ચીન ગભરાઇગયું છે.
નવી દિલ્હી: પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીની એપ્સ (Chinese Apps) પર લેવામાં આવેલા ભારતના સખત પગલાંથી ચીન ગભરાઇગયું છે. ચીને તાજેતરમાં જ બંને દેશોની બેઠકમાં ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ જવાબમાં ભારત સરકારે કહ્યું કે આ એક્શન ફક્ત અને ફક્ત ફેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખી લેવામાં આવી છે.
સૂત્રોના અનુસાર મીટિંગમાં ચીની પક્ષે 59 ચાઇનીજ હ એપ્સના બેનનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ જવાબમાં ભારતે સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખતાં કરવામાં આવી છે અને ભારત ઇચ્છતું નથી કે દેશના નાગરિકો સાથે જોડાયેલા ડેટા સાથે છેડછાડ કરવામાં આવે.
ભારતે તાજેતરમાં જ દેશની સંપ્રભુતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક, વી ચેટ અને હેલો સહિત 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ભારત સરકારે 29 જૂનના રોજ ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળતી માહિતી અનુસાર એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો ચીની કંપનીઓ આ એપ્સ દ્વારા ડેટા એકઠો કરવામાં આવે છે અને તેમને બહાર પણ મોકલવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube