સરહદ પર તણાવ વચ્ચે અચાનક ભારત પહોંચ્યા ચીનના વિદેશ મંત્રી, જાણો કાર્યક્રમ
ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે અને ઘણા રાઉન્ડની વાતચીત બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી. તેવામાં ચીનના વિદેશ મંત્રીના પ્રવાસથી આ વિવાદનો કોઈ હલ નિકળી શકે છે.
નવી દિલ્હીઃ ચીનની સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ચીની વિદેશ મંત્રી વાંગ યી ભારતના પ્રવાસે આવ્યા છે. આ પહેલાં તેમણે પોતાનો કાબુલ પ્રવાસ કર્યો હતો અને ત્યારબાદ સીધા ભારતના પ્રવાસે દિલ્હી પહોંચી ચુક્યા છે. લદ્દાખ સરહદ વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે 15 રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે અને તેવામાં ચીનના વિદેશ મંત્રીનો આ પ્રવાસ ખુબ મહત્વનો છે.
આ નેતાઓ સાથે મુલાકાત સંભવ
વર્ષ 2020ની ગલવાન ઘટના બાદ ભારત અને ચીન વચ્ચે આ ઉચ્ચ સ્તરીય લેવલની પ્રથમ યાત્રા છે. ભારત તરકાર તરફથી ચીનના વિદેશ મંત્રીના પ્રવાસને લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જાણકારી પ્રમાણે વાંગ યી શુક્રવારે પોતાના સમકક્ષ એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ સાથે મુલાકાત કરી શકે છે.
ઓઆઈસી બેઠકમાં ભાગ લેતા ચીની વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે કાશ્મીર મુદ્દા પર અમે એકવાર ફરી ઘણા ઇસ્લામી મિત્રોનો અવાજ સાંભળ્યો છે. ચીન સમાન આકાંક્ષાઓ વહેંચે છે. વાંગે કહ્યુ હતુ કે ચીનનું માનવુ છે કે કાશ્મીર વિવાદને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને દ્વિપક્ષીય સમજુતી પ્રમાણે ઠીક અને શાંતિપૂર્વક હલ કરી શકાય છે.
આ પણ વાંચોઃ કાશ્મીરી પંડિતોએ કરી ન્યાયની માંગ, સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ
ભારતે આપી હતી આકરી પ્રતિક્રિયા
ચીનના આ નિવેદન પર ભારતે વિરોધ નોંધાવ્યો હતો અને ભારતે ચીની વિદેશ મંત્રી વાંગ યીના નિવેદનને નકારતા તેને બિનજરૂરી ગણાવ્યું અને ભાર આપીને કહ્યું કે અન્ય દેશોની પાસે ભારતના આંતરિક મામલા પર ટિપ્પણી કરી દખલ દેવાનો કોઈ અધિકાર નથી.
ચીની વિદેશ મંત્રી વાંગ યી ગુરૂવારે સવારે અચાનક કાબુલ પહોંચ્યા હતા. તેમના આ પ્રવાસને લઈને પહેલાં કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી. ઓગસ્ટમાં તાલિબાનના કાબુલ પર કબજો થયા બાદ વાંગની આ યાત્રા કોઈ વરિષ્ઠ ચીની નેતા દ્વારા કરવામાં આવેલી પ્રથમ યાત્રા હતી. તે ઇસ્લામાબાદમાં પોતાની ત્રણ દિવસીય યાત્રા પૂરી કર્યા બાદ કાબુલ પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube