Kashmiri Pandits Genocide: સુપ્રીમ કોર્ટે પહોંચી કાશ્મીરી પંડિતોના ન્યાયની માંગ, ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી તપાસ માટે વિનંતી કરી
Kashmiri Pandits Justice: સુપ્રીમ કોર્ટે 24 જુલાઈ 2017ના તપાસની માંગ કરતી અરજીને તે કહેતાં નકારી દીધી હતી કે ઘટનાના 27 વર્ષ બાદ પૂરાવા નથી. જે પણ હતું તે હ્રદય દ્રાવક હતું પરંતુ હવે આદેશ ન આપી શકાય.
Trending Photos
નવી દિલ્હીઃ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમં કાશ્મીરી પંડિતોની સાથે થયેલા નરસંહારને જોયા બાદ એકવાર ફરી તે માંગ ઉઠવા લાગી છે કે કાશ્મીરી પંડિતોને ન્યાય મળવો જોઈએ. આ સિલસિલામાં ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં કાશ્મીરી પંડિતોના સંગઠન રૂટ્સ ઇન કાશ્મીર તરફથી ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી મામલાની તપાસની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કાશ્મીરી પંડિતોના મોતના મામલામાં દાખલ અરજીને 2017માં નકારી દીધી હતી, ત્યારે સર્વોચ્ચ કોર્ટે કહ્યું હતું કે 27 વર્ષ બાદ પૂરાવા નથી.
વિલંબના આધાર પર કેસની અરજી કરવી અયોગ્ય
સુપ્રીમ કોર્ટમાં હવે અરજીકર્તાઓ તરફથી ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજી દાખલ કરી કહેવામાં આવ્યું છે કે મામલામાં વિલંબના આધાર પર કેસ દાખલ રદ્દ કરવો ખોટો છે. અરજીકર્તા તરફથી કહેવામાં આવ્યું છે કે કેસને બીજીવાર ઓપન કરવામાં આવે અને વિલંબના આધાર પર અરજીને નકારવી મુખ્ય આધાર છે અને આ આધાર અયોગ્ય છે. તેને કાયદાની દ્રષ્ટિએ દોષપૂર્ણ કહેવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેમ નકારી હતી અરજી
સુપ્રીમ કોર્ટે 24 જુલાઈ 2017ના તપાસની માંગ કરતી અરજીને તે કહેતા નકારી દીધી હતી કે ઘટનાના 27 વર્ષ બાદ પૂરાવા નથી. જે પણ થયું તે હ્રદય દ્રાવક હતું પરંતુ હવે આદેશ ન આપી શકાય. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂપિટિશન દાખલ કરવામાં આવી હતી, જેને 24 ઓક્ટોબર 2017ના નકારી દેવામાં આવી હતી અને હવે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં ત્યારના ચીફ જસ્ટિસ જેએસ ખેહર અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની બેંચે કહ્યુ હતુ કે આ ઘટનાને 27 વર્ષ થઈ ગયા છે. તે મામલામાં તે કેસમાં પૂરાવા એકત્ર કરવા ખુબ મુશ્કેલ હશે. લોકો ત્યાંથી પલાયન પણ કરી ચુક્યા છે. કોર્ટે અરજી કર્તાને કહ્યું હતું કે તમે 27 વર્ષથી આ કેસમાં બેઠા રહ્યા હવે તમે જણાવો કે પૂરાવા ક્યાંથી ભેગા થશે.
અરજીકર્તાએ કહ્યું કે તે દરમિયાન કેન્દ્ર તથા રાજ્યોએ ધ્યાન ન આપ્યું અને ન્યાયપાલિકામાં તેના પર કાર્યવાહી ન થઈ શકી. 700 કાશ્મીરી પંડિતોની હત્યાના મામલામાં 215 કેસ દાખલ થયા પરંતુ કોઈ કેસમાં તપાસ પરિણામ સુધી પહોંચી નહીં. સુપ્રીમ કોર્ટે વિલંબના આધાર પર અરજીની સુનાવણી કરવાથી ઈનકાર કરી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે