નવી દિલ્હી : ભારત (India) અને ચીન (China) ની સીમા એટલે કે એક્ચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ (LAC)  પર તણાવ વધ્યાના વધારે એક સમાચાર સામે આવ્યા છે. હિમાચલપ્રદેશના (Himachal Pradesh) લાહોલ સ્પીતિ જિલ્લાનાં કૌરિક વિસ્તારમાં ચીની હેલિકોપ્ટરે  ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું છે. આ અઠવાડીયે બનેલી આ ઘટના માં ચીની હેલિકોપ્ટર ભારતીય સીમામાં અનેક કિલોમીટર અંદર સુધી આવ્યું અને થોડા સમય બાદ પરત ફરી ગયું. આ મહિને બંન્ને દેશોની વચ્ચે સીમા પર તણાવ વધનારી અનેક ઘટનાઓ બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર બાદ તમિલનાડુની જાહેરાત, 31 મે સુધી વધારવામાં આવ્યું લોકડાઉન


કૌરિક એલએસીનું અંતિમ ગામ છે અને તે અગાઉ પણ અહીં ચીની સેનાની ગતિવિધિઓ જોવા મળી છે. ઓગષ્ટ 2017માં જ્યારે ભારત - ચીન ભુટાનની સીમામાં ડોકલામમાં સામ સામે આવી ગયા હતા ત્યારે પણ કૌરીકની પાસે ચીની સેનાની હરકતો જોવા મળી હતી. ત્યારે સ્થાનીક નિવાસીઓએ જણાવ્યું હતું કે, ચીની સેનાએ એલએસીની નજીક નિર્માણ કાર્ય ચાલુ કરી દીધું છે અને ચીની હેલીકોપ્ટરનાં આંટાફેરા વધી ગયા છે.


મહારાષ્ટ્ર સરકારે કરી લૉકડાઉન-4ની જાહેરાત, 31 મે સુધી યથાવત રહેશે પ્રતિબંધો

2012 માં ચીની હેલીકોપ્ટરે ભારતીય વાયુસેનાનું ઉલ્લંઘન કર્યું હતું અને ત્યારે હિમાચલ પ્રદેશનાં તત્કાલીન મુખ્યમંત્રી પ્રેમ કુમાર ઘૂમલે સીમા પર ચોકસી મજબુર કરવાની માંગ પણ કરી હતી. આ ચર્ચા અનેક વખત થઇ કે આ એલએસીનાં આ હિસ્સામાં પણ ચીન પોતાની સેનાની શક્તિ વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબુત કરી રહ્યું છે.


રસ્તા પર મજૂરઃ સોનિયા અને રાહુલ ગાંધી પર નાણામંત્રીએ કર્યો હુમલો- રાજનીતિ નહીં જવાબદારી સમજો

લદ્દાખ, સિક્કીમ, અરૂણાચલપ્રદેશ બાદ હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડનાં કેટલાક હિસ્સાઓ પર પણ ધુમલે ચોકસી વધારવા માટેની અપીલ કરી હતી. આ ચર્ચા અનેક વખત થઇ કે આ એલએસીનાં આ હિસ્સામાં પણ ચીન પોતાની સેનાની શક્તિ વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબુત કરી રહ્યા છે.


જમ્મૂના ડોડામાં આતંકીઓ સાથે અથડામણ, એક જવાન શહીદ, 2 આતંકીઓ ઠાર

લદ્દાખ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ બાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનાં કેટલાક હિસ્સા પર પણ ચીન પોતાનો દાવો કરતું રહે છે. હિમાચલ પ્રદેશનાં લાહોલ સ્પીતિનાં કૌરિક અને કિન્નેરનાં શિપકી લા પર ચીનનો દાવો છે. આ વિસ્તારમાં એલએસી પર ભારત-તિબેટ સીમા પોલીસ એટલે કે આઇટીબીપીનાં ફરજ પર છે પરંતુ કેટલાક વર્ષથી ભારતીય સેનાએ ત્યાં પણ પોતાની હાજરી વધારી છે.


પુણેની ફાર્મા કંપનીનો દાવો- 2200માંથી 3 દવાઓ કોરોનાની સારવારમાં ઉપયોગી
મે મહિનામાં બંન્ને દેશો વચ્ચે તણાવ અને ટકરાવની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. 5-6 મેની રાતે લદ્દાખની પેંગાગ તળાવનાં કિનારે બંન્ને તરફના સૈનિકો સામ સામે આી ગયા. જેમાં અનેક સૈનિક ઘાયલ થયા. લદ્દાખની દોલક બેગ ઓલ્ડીમાં ગલવાન નદી નજીક પણ બંન્ને પ્રકારનાં સૈનિકો વચ્ચે તણાવ છે અને સૈનિક સામ સામે બેઠેલા છે. બીજી તરફ ઉત્તરી સિક્કિમનાં નાકૂ લામાં 9 મેના બંન્ને તરફનાં સૈનિકો વચ્ચે મારપીટ થઇ જેમાં અનેક સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર