મોટા સમાચાર: 1000 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ રેકેટનો પર્દાફાશ, ચીની નાગરિકની સંડોવણી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ મની લોન્ડ્રિંગના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં ઘણા ચીની નાગરિક તેના ભારતીય સહયોગી અને બેંક કર્મચારી સામેલ છે.
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ મની લોન્ડ્રિંગના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં ઘણા ચીની નાગરિક તેના ભારતીય સહયોગી અને બેંક કર્મચારી સામેલ છે.
સીબીડીટીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ''ઇનકમ ટેક્સ વિભાગે 1,000 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ રેકેટ ચલાવવાના મુદ્દે કેટલાક ચીની નાગરિકો અને તેના ભારતીય સાથીઓ વિરૂદ્ધ રેડ મારવાની કાર્યવાહી કરી છે.
સીબીડીટીએ કહ્યું કે કેટલાક ચીની નાગરિક અને તેના ભારતીય સહયોગી બનાવટી કંપનીના સહારે મની લોન્ડ્રીંગ અને હવાલા બિઝનેસમાં સામેલ છે. કેટલાક બેંક અધિકારીઓ પર પણ છાપેમારી કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે પૂર્વી લદ્દાખમાં સીમા પર તણાવ બાદ ભારત સરકાર ચીન વિરૂદ્ધ લગામ કસી રહી છે. સરકારે ચીનની ઘણી એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઘણા સેક્ટરમાં ચીની કંપનીઓના ટેન્ડર અટકાવી દેવામાં આવ્યા છે. એટલું જ નહી સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરી રહયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube