ચીની સેનાની ભારતની ભૂમિ પર ઘૂસણખોરી, લદ્દાખની પાંગોંગ ત્સો તળાવમાં ગોઠવે દીધી હોડીઓ
વિશેષ જળ સ્કવાઇડ્રનની મદદ વડે ચીની સેના ખૂબ ઝડપથી આગળ વધવામાં સક્ષમ થઇ જશે અને જો ભવિષ્યમાં કોઇ તણાવની સ્થિતિ ઉત્પન્ન થાય છે તો તેનાથી તેને તાત્કાલિક જવાબ આપવામાં મદદ મળશે. અમે પાંગોંગ ત્સો તળાવમાં પેટ્રોલિંગ અને તેનાથી થનાર પ્રભાવો પર વિશ્લેષણ કરી રહી છે.
નવી દિલ્હી: ચીન ભારતની જમીન પર ફરીથી ઘૂસણખોરી રહ્યું છે. આ વખતે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ ફરીથી ઘૂસણખોરીના નવા કાવતરા હેઠળ લદ્દાખના પોગોંગ ત્સો તળાવમાં ઝડપથી પેટ્રોલિંગ કરનાર હોડીઓ ગોઠવી દીધી છે. તેના દ્વારા તેનો હેતુ બોર્ડર પર ગતિવિધિઓની દેખરેખ કરવાનો છે. તાજેતરમાં મળી રહેલા ઇંટેલિજેંટ્સમાં તેનો ખુલાસો થયો છે.
ઇંટેલિજેંટ્સ ઇનપુટ કહેવામાં આવ્યું છે કે એક વિશેષ વોટર સ્કવોર્ડન, જેને જોંગ ડુઇ પણ કહે છે, અને પાંગોંગ ત્સો તળાવ પર ઠેકાણું બનાવી લીધું છે. ચીની સેનાનું આ સ્પેશિયલ સ્કવાઇડ્રન તેના 'માઉન્ટેન ટોપ નેશનલ ગેટ ફ્લીટ'નો ભાગ છે, જે ઉચ્ચ ટેક્નિક નેવિગેશન અને સંચાર ઉપકરણ લઇ જવામાં સક્ષમ છે. પીએલએની તેજ ગતિવાળી હોડીઓમાં એક સમયમાં 5-7 સૈનિક સવાર થઇ શકે છે.
એક ઇંટેલિજેંસ અધિકારીએ કહ્યું, ''વિશેષ જળ સ્કવાઇડ્રનની મદદ વડે ચીની સેના ખૂબ ઝડપથી આગળ વધવામાં સક્ષમ થઇ જશે અને જો ભવિષ્યમાં કોઇ તણાવની સ્થિતિ ઉત્પન્ન થાય છે તો તેનાથી તેને તાત્કાલિક જવાબ આપવામાં મદદ મળશે. અમે પાંગોંગ ત્સો તળાવમાં પેટ્રોલિંગ અને તેનાથી થનાર પ્રભાવો પર વિશ્લેષણ કરી રહી છે.
જોકે ડોકલામની ઘટના બાદ ભારત-ચીન સીમા પર પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને બંને સેનાઓ વચ્ચે નિયમિત સીમા કાર્મિક બેઠકમાં વધારો થયો છે. હકિકતમાં નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સેનાઓ બંને પક્ષોના સૈનિકો વચ્ચે વિશ્વાસ વઘારવા માટે પૂર્વી લદ્દાખમાં 16,000 ફૂટથી વધુ ઉંચાઇવાળા વિસ્તારમાં યોગ કરી રહ્યા છે.
2017માં પાંગોંગ ત્સો તળાવ આસપાસના ક્ષેત્રમાં તે સમયે તણાવની સ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ હતી, જ્યારે અહીં ચીની સૈનિકો ઘૂસ્યા હતા, ત્યારબાદ પત્થરબાજી પણ થઇ હતી, જેમાં બંને પક્ષોના લોકો ઘાયલ થયા હતા.