નવી દિલ્હીઃ ભારત ચીનને મોટો ઝટકો આપી શકે છે. ઈન્ડિયા ચીની સ્માર્ટફોન નિર્માતાઓને 12,000 રૂપિયાથી ઓછી કિંમતની ડિવાઇસ વેચવા પર પ્રતિબંધ લગાવી શકે છે, જેથી શાઓમી કોર્પ સહિત ઘણી બ્રાન્ડને ઝટકો લાગશે. ભારતીય બજારમાંથી બહિષ્કારથી શાઓમી અને તેના દેશની ઘણી કંપનીઓએ નુકસાન ઉઠાવવું પડશે. જેણે હાલના વર્ષોમાં ભારતમાં મોટું રોકાણ કર્યું, જ્યારે ઘરેલૂ બજાર કોવિડ-19 લૉકડાઉનને કારણે ખતમ થવા પર છે. માર્કેટ ટ્રેકર કાઉન્ટર પ્વાઇન્ટ અનુસાર 150 ડોલરથી ઓછી કિંમતના સ્માર્ટફોને જૂન 2022 એક ક્વાર્ટર માટે ભારતના વેચાણની માત્રામાં એક તૃતિયાંશ યોગદાન આપ્યું, ચીની કંપનીઓએ આ શિપમેન્ટમાં 80 ટકાનું યોગદાન આપ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકારે પહેલા જ દેશમાં કામ કરી રહેલી ચીની ફર્મો, જેમ કે શાઓમી, ઓપ્પો અને વીવો પર મની લોન્ડ્રિંગના આરોપ લાગ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર આ પગલાથી એપ્પલ ઇંક કે સેમસંગ ઇલેક્ટ્રિક્સ કંપનીએ પ્રભાવિત ન થવું જોઈએ, જે તેના ફોનની કિંમત વધુ છે. Xiaomi, Realme અને Transsion ના પ્રતિનિધિઓએ કોમેન્ટ્સનો જવાબ ન આવ્યો. જાણવા મળી રહ્યું છે કે ભારતના ટેક્નોલોજી મંત્રાલયના પ્રવક્તાઓએ પણ બ્લૂમબર્ગ ન્યૂઝના સવાલનો જવાબ આપ્યો નહીં. 


આ પણ વાંચોઃ Venkaiah Naidu Farewell: ફેરવેલ સ્પીચમાં ભાવુક થયા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, સાંસદોને કરી આ અપીલ


આ કંપનીઓની ભારતીય બજારોમાં ઓછી ભાગીદારી
લાવા અને માઇક્રોમેક્સ જેવી ઘરેલૂ કંપનીઓએ ભારતના સ્માર્ટફોનના વેચાણમાં અડધાથી ઓછી ભાગીદારી સામેલ કરી છે. ચીની સ્માર્ટફોન ખેલાડી હવે ભારતમાં મોટા ભાગનો સામાન વેચે છે, પરંતુ તેનું બજાર પ્રભુત્વ સ્વતંત્ર અને નિષ્પક્ષ હરિફાઈના આધાર પર નથી. હકીકતમાં એક સમાચાર અનુસાર વ્યક્તિગત રીતે સરકાર ચીની અધિકારીઓને સ્થાનીક સપ્લાય ચેન, ડિસ્ટ્રીબ્યૂટર નેટવર્ક બનાવવા અને ભારતથી નિર્યાત કરવા માટે કહી રહી છે. 


ભારત-ચીન વચ્ચે વર્ષ 2022થી તણાવનો માહોલ
હકીકતમાં એલએસી પર ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ઘણા ભારતીય સૈનિકોના શહીદ થયા બાદ ભાકતે વર્ષ 2022ની ગરમીમાં ચીની ફર્મો પર દબાવ વધારી દીધો હતો. ત્યારથી ઈન્ડિયાએ ટેન્સેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડની વીચેટ અને બાઇટડાન્સ લિમિટેડના ટિકટોક સહિત 300થી વધુ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે, કારણ કે બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube