Russia-Ukraine War: યુક્રેન મામલે ભારતની કૂટનીતિક રણનીતિની અમેરિકાએ પ્રશંસા કરી છે. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA)  પ્રમુખ બિલ બર્ન્સે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારોનું રશિયાના નિર્ણયો પર અસર રહી છે. બર્ન્સના જણાવ્યાં મુજબ પીએમ મોદીએ વારંવાર પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી. મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વાતો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનું મન બદલવામાં સફળ રહી. બર્ન્સે PBS ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે 'મને લાગે છે કે શી જિનપિંગ અને ભારતમાં પ્રધાનમંત્રી મોદીએ પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને ચિંતા જતાવી. મારા મત, તેમની અસર રશિયનો પર પડી.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણ એમ પણ કહ્યું કે યુક્રેન યુદ્ધ દરમિયાન હાલ પરમાણુ હથિયારોના ઉપયોગ કરવાને લઈને રશિયાની યોજનાનો કોઈ કોઈ સ્પષ્ટ પુરાવો જોવા મળી રહ્યો નથી. ભારત વારંવાર યુક્રેન યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગ કરવા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તે બંને પક્ષોને વાતચીત અને કૂટનીતિ માટે તણાવ ખતમ કરવાની અપીલ કરતું આવ્યું છે. 


મોદીએ પુતિનની સાથે અનેકવાર વાતચીતમાં પણ યુદ્ધ ખતમ કરવાની અપીલ કરી. સીઆઈએ ચીફનું નિવેદન પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશમાં વધતી શાખ પર મહોર લગાવે છે. ગ્લોબલ સ્ટેજ પર ભારત એક મોટા નેગોશિયએટિંગ પાવર તરીકે ઉભરી રહ્યું છે. 


રશિયા પર પીએમ મોદીના વલણનું અમેરિકાએ કર્યું સ્વાગત
અમેરિકાએ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક અસરે યુક્રેન સંઘર્ષ પર પીએમ મોદીના વલણનું સ્વાગત કર્યું. બે દિવસ પહેલા, અમેરિકી વિદેશ વિભાગે કહ્યું કે, પીએમ મોદીએ જેમ કહ્યું છે કે, અમે તેમની વાતોને એ જ રીતે માનીશું, અને જ્યારે તે ચીજો થશે તો તે ટિપ્પણીઓનું સ્વાગત કરીશું. અમેરિકાના આવા નિવેદન પશ્ચિમી દેશોના ભારતના રશિયા પાસેથી ઓઈલની ખરીદી પર નારાજગીના સમાચારો વચ્ચે આવ્યા છે. યુક્રેન સંઘર્ષમાં ભારતે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને કોઈનો પક્ષ લીધો નહીં. 


પુતિનને વારંવાર સમજાવતા રહ્યા છે પીએમ મોદી
પહેલા કોવિડ અને પછી યુક્રેન સંઘર્ષ દરમિયાન પીએમ મોદી અને પુતિન સતત વાતચીત કરી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે છેલ્લી વાતચીત 16 ડિસેમ્બર 2022ના રોજ થઈ. જેમાં પીએમ મોદીએ પુતિનને ફરી એકવાર કહ્યું કે વાતચીત અને કૂટનીતિ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત એવા સમયે થઈ જ્યારે એ વાત સામે આવી હતી કે પીએમ મોદી આ વર્ષે વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલન માટે મોસ્કો જઈ રહ્યા નથી. પુતિન ગત વર્ષ આ સમિટ માટે ભારત આવ્યા હતા. આ અગાઉ સમરકંદમાં શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં પીએમ મોદીએ પુતિનને કહ્યું હતું કે આજનો યુદ્ધ યુદ્ધનો નથી. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube