નવી દિલ્હી: ભારતની પ્રમુખ દવા કંપની સિપ્લા લિમિટેડએ રેમડેસિવિરની જેનેરિક આવૃતિ 'સિપ્રેમી'ની ઓફર કરી છે, જેને અમેરિકી દવા નિયામક યૂએસએફડીએએ કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓને ઇમરજન્સીની સ્થિતિમાં આપવાની સ્વિકૃતિ આપી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂએસએફડીએએ કોવિડ-19ના દર્દીઓની સારવાર કરાવવા માટે ગિલિયડ સાયન્સને રેમડેસિવિરના ઇમરજન્સી ઉપયોગ માટે ઇયૂએ આપ્યું છે. રેમડેસિવિર એક માત્ર દવા છે, જેને યૂએસએફડીએએ COVID-19ના દર્દીઓની સારવાર માટે ઇમરજન્સી ઉપયોગની સ્વિકૃતિ આપી છે. 


ગિલિયડ સાયન્સએ મે મહિનામાં સિપ્લા સાથે રેમડેસિવિરના ઉત્પાદન અને માર્કેટિંગ માટે એક બિન-વિશિષ્ટ લાયસન્સનો કરાર કર્યો હતો. સિપ્લાએ કહ્યું કે તેને ભારત દવા મહાનિયંત્રક (ડીસીજીઆઇ) પાસેથી દવાને ઇમરજન્સી સ્થિતિમાં સીમિત ઉપયોગની અનુમતિ મળી ગઇ છે. 


કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે 'જોખમ સંચાલન યોજના હેઠળ સિપ્લા દવાના ઉપયોગનું ટેસ્ટિંગ થશે અને દવાની સહમતિના દસ્તાવેજોની તપાસ કરશે તથા માર્કેટિંગ બાદ નજર રાખવાની સાથે જ ભારતીય દર્દીઓ પર ચોથા તબક્કાનું ચિકિત્સકીય ટેસ્ટિંગ પણ કરશે. કંપનીએ કહ્યું કે આ દવાની આપૂર્તિ સરકાર અને ખુલ્લા બજારમાં કરવામાં આવશે. 


આ દવાની ઓફર પર સિપ્લા લિમિટેડના વહીવટી સંચાલક વૈશ્વિક સીઇઓ ઉમંગ વોહરાએ કહ્યું કે 'સિપ્લા ગિલિયડ સાથે ભારતમાં દર્દીઓની સારવાર માટે મજબૂત ભાગીદારીના વખાણ કરે છે. અમે કોવિડ-19 મહામારીથી પ્રભાવિત લાખો લોકોનો જીવ બચાવવા માટે તમામ સંભવિત રીત શોધમાં રિસર્ચ કર્યું છે અને આ ઓફર તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube