નવી દિલ્હી: ઇન્દીરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષામાં તૈનાત સીઆઇએસએફે લાખો રૂપિયાની વિદેશી રોકડ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. મામલો સોમવારે લગભગ 9:15 વાગ્યાનો છે. કસ્ટડીમાં લેવામાં આવેલા વ્યક્તિના કબજામાંથી લગભગ 81 લાખ 86 હજાર રૂપિયાની વિદેશ રોકડ મળી આવી છે. ગેરકાયદેસર રીતે વિદેશી રોકડને વિદેશ લઇ જવાનો પ્રયત્ન કરી રહેલા આ વ્યક્તિને સીઆઇએસએફે કસ્ટડીમાં લઇ કસ્ટમના હવાલે કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆઇએસએફના વરિષ્ઠ અધિકારીના અનુસાર આ મામલો આઇજીઆઇ એરપોર્ટના ઇન્ટરનેશનલ સિક્યોરિટી હોલ્ડ એરિયાનો છે. જોકે સવારે લગભગ 9:15 વાગે પ્રી-ઇંબાર્કેશન સિક્યોરિટી ચેક એરિયામાં સીઆઇએસએફના આસિસ્ટટ સબ-ઇંસ્પેક્ટર મુસાફરોના હેંડ બેગની તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન એક બેગમાં મોટી માત્રામાં કરન્સી નોટ જેવી આકૃતિ જોવા મળી. શંકાના આધારે આ બેગને ફિજિકલ ચેક માટે અટકાવી લેવામાં આવી. તપાસમાં ખબર પડી કે આ બેગ અમિત બાલી નામના વ્યક્તિની છે. ત્યારબા અમિત બાલીને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યો.


સીઆઇએસએફે અમિત બાલીની હાજરીમાં આ બેગ ખોલી. તલાશી દરમિયાન આ બેગમાંથી 50110 અમેરિકન ડોલર, 30855 યૂરો અને 25000 પાઉંડ મળી આવ્યા. પૂછપરછ દરમિયના આરોપી અમિત બાલી મળી આવેલી કેસહ બાબતે કોઇપણ માન્ય દસ્તાવેજ રજૂ ન કરી શક્યો. જેના લીધે સીઆઇએસએફે વિદેશી રોકડ સહિત આરોપી અમિત બાલીને કસ્ટમના હવાલે કરી દીધો છે. કસ્ટમે આ અમિત બાલી વિરૂદ્ધ વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. કસ્ટમ હવે શોધવાનો પ્રયત્ન કરી રહી છે કે અમિત બાલી કોના કહેઆ પર આ રોકડ લઇને વિદેશ જઇ રહ્યો હતો. 


તો બીજી તરફ સીઆઇએસએફના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આરોપી અમિત બાલી આઇજીઆઇ એરપોર્ટથી લંડન માટે રવાના થવાનો હતો. તેણે લંડન જવા માટે બ્રિટિશ એરવેજની ફ્લાઇટ BA-256 માં પોતાની ટિકીટ બુક કરાવી હતી. આ ફ્લાઇટ સવારે 10:20 વાગે આઇજીઆઇ એરપોર્ટ પરથી લંડન માટે રવાના થાય છે. અમિત બાલી ફ્લાઇટના બોર્ડિંગ શરૂ થતાં જ પ્રી ઇંબોર્કેશન સિક્યોરિટી ચેક પર પહોંચ્યો હતો. તેની મંશા હતી કે ફ્લાઇટ છૂટવાની ઉતાવળ બતાવીને તે સુરક્ષા એજન્સીઓની નજર ચૂકવી લેશે.