નવી દિલ્હી : ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં એક ટોઇેટમાં મળેલી બિનવારસી લાશનાં સમાચારે સમગ્ર ટર્મિનલમાં હડકંપ મચી ગયો હતો. સુરક્ષા તપાસ બાદ જ્યારે આ બેગને ખોલવામાં આવી તો ટોઇલેટમાં રહેલ દરેક વ્યક્તિની આંખો પહોળી થઇ ગઇ હતી. બેગ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને આશંકા હતી કે બેગમાં કોઇ વિસ્ફોટક કે વાંધાજનક વસ્તુ હોઇ શકે છે. જો કે જ્યારે બેગ ખોલવામાં આવી તો તેની અંદર સોનાની પાટો મળી આવી હતી. આખી બેગ સોનાની પાટોથી ભરેલી હતી. જ્યારે વજન કરવામાં આવ્યું તો તેનું વજન 9 કિલો જેટલું થયું હતું. સોનાની બજાર કિંમત 3 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆઇએસએફએ હાલ સોનું ભરેલી આ બેગ કસ્ટમને સોંપી દીધી છે. સીઆઇએસએફનાં સહાયક મહાનિરીક્ષક હેમેન્દ્ર સિંહનાં અનુસાર રાત્રે 11.15 વાગ્યે સીઆઇએસએફની ઇન્ટેલિજન્સ વિંગને માહિતી મળી હતી કે ઇન્ટરનેશનલ ટ્રાન્સફર એિયા ખાતે એક ટોઇલેટમાં ઘણા લાંબા સમયથી એક કાળી લેપટોપ બેગ પડેલ છે. બેગમાં વિસ્ફોટક હોવાની આશંકાનાં કારણે તત્કાલ સીઆઇએસએફની બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોર્ડને બોલાવવામાં આવી હતી. સીઆઇએસએફ અને એરપોર્ટનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગાય હતા. 

જો કે તપાસ દરમિયાન સામે આવ્યું કે બેગમાં કોઇ બોમ્બ નહી પરંતુ સોનુ ભરેલું હતું. એક એક કિલોની નવ ઇંટો અંદર મુકેલી હતી. સીઆઇએસએફએ કસ્ટમને બોલાવીને સોનું તેનાં હવાલે કરી દીધું છે. જો કે કસ્ટમને આશંકા છે કે તસ્કરીનાં ઇરાદાથી સોનું લાવવામાં આવ્યું હતું. જો કે કોઇ તરકીબ નજરે નહી પડતા તસ્કર બેગ ટોયલેટમાં મુકીને જ ફરાર થઇ ગયો હોય. અથવા તો એરપોર્ટ કર્મચારી સાથે મળીને તે કોઇ ષડયંત્રનાં ભાગરૂપે બેગ મુકીને જતો રહ્યો હોય તેવું પણ બને.