નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનું ઉદાહરણ આપતા કહ્યું કે "વિકાસ પ્રક્રિયામાંથી મોટી સંખ્યામાં લોકોને બહાર રાખવાથી દુનિયામાં ક્યાંય પણ આતંકવાદી સંગઠન પેદા થઈ શકે છે. જર્મનીના હેમ્બર્ગ સ્થિત બકિરસ સમર સ્કૂલમાં ગઈ કાલે ભાષણ આપતા રાહુલે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકારે વિકાસની પ્રક્રિયામાંથી આદિવાસીઓ, દલિતો અને અલ્પસંખ્યકોને બહાર રાખ્યા છે તથા 'આ એક ખતરનાક વાત બની શકે છે'. " તેમણે કહ્યું કે "21મી સદીમાં લોકોને બહાર રાખવા એ  ખુબ ખતરનાક છે. જો તમે 21મી સદીના લોકોને કોઈ વિઝન નહીં આપો તો કોઈ બીજા આપશે અને વિકાસ પ્રક્રિયાથી મોટી સંખ્યામાં લોકોને બહાર રાખવા એ જ અસલ ખતરો છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબ લિન્ચિંગ અને બેરોજગારી
કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે ભારતમાં ભીડ દ્વારા લોકોની પીટાઈ કરીને હત્યા કરવાની ઘટનાઓ બેરોજગારી અને સત્તારૂઢ ભાજપા દ્વારા નોટબંધી તથા જીએસટીને 'ખરાબ રીતે લાગુ' કરવાથી નાના કારોબારીઓના જે રીતે ધંધા 'ચોપટ' થયા તેના ગુસ્સાના કારણે થઈ રહી છે. તેમણે કહ્યું કે દુનિયામાં જે બદલાવો આવી રહ્યાં છે તેના માટે લોકોને કઈંક નિશ્ચિત સુરક્ષાની આવશ્યકતા છે. તેમણે ભારતની હાલની સરકાર પર તેમની સુરક્ષા છીનવાઈ અને નોટબંધી તથા જીએસટી દ્વારા અનૌપચારિક અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો. જેનાથી લોકોમાં ગુસ્સો પેદા થઈ રહ્યો છે અને ભીડ દ્વારા હત્યાની ઘટનાઓ ઘટી રહી છે. 


કોંગ્રેસના નેતાએ કહ્યું કે તેઓ મહેસૂસ કરે છે કે આદિવાસી, ગરીબ ખેડૂતો, નિચલી જાતિના લોકો તથા અલ્પસંખ્યકોને અમીરોની જેમ લાભ મળવા જોઈએ નહીં. તેમણે કહ્યું કે આ એકમાત્ર નુકસાન તેમણે નથી કર્યું. તેનાથી અનેક વધુ ખતરનાક વાતો છે. તેમણે આરોપ લગાવ્યો કે થોડા વર્ષો પહેલા નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થવ્યવસ્થાનું વિમુદ્રીકરણ કર્યું અને નાના મધ્યમ કારોબાર માટે કેશ પ્રવાહને તબાહ કરી નાખ્યો. જેનાથી લાખો લોકો બેરોજગાર થયા. રાહુલે કહ્યું કે તેમણે ખરાબ અવધારણાવાળી જીએસટીને લાગુ કરી, જેનાથી જીવનને વધુ જટિલ બનાવી દીધુ. 


તેમણે કહ્યું કે નાના કારોબારમાં કામ કરનારા મોટી સંખ્યામાં લોકો ગામડે પાછા ફરવા માટે મજબુર થયા અને આ ત્રણ કામ જે સરકારે કર્યાં તેનાથી ભારતમાં આક્રોશ પેદા થયો છે. રાહુલે કહ્યું કે તમને એ જ અખબારોમાં વાંચવા મળે છે. જ્યારે તમે ભીડના લોકો દ્વારા પીટાઈ કરીને હત્યાની વાત સાંભળો છો, જ્યારે તમે ભારતમાં દલિતો પર હુમલાની વાતો સાંભળો છો અને જ્યારે તમે ભારતમાં અલ્પસંખ્યકો પર હુમલા અંગે સાંભળો છો તો તેનું કારણ આ જ છે.