નાગરિક્તા કાયદોઃ ઈન્ડિયા ગેટ ખાતે પ્રિયંકા ગાંધીના ધરણા સમાપ્ત
વિરોધ પ્રદર્શનના કારણે દિલ્હી મેટ્રો(Delhi Metro) દ્વારા આગમચેતીના પગલાં સ્વરૂપે કેન્દ્રીય સચિવાલય (Central Sachiwalaya), ઉદ્યોગ ભવન (Udyog Bhavan), પટેલ ચોક (Patel Chowk), જામિયા યુનિવર્સિટીનાં(Jamia University) મેટ્રો સ્ટેશનોને(Metro Stations) બંધ કરવામાં આવ્યા છે. આ સ્ટેશનો પર મેટ્રો ટ્રેન રોકાશે નહીં.
નવી દિલ્હીઃ નાગરિક્તા (સુધારા) કાયદા(Citizenship Amendment Act) અંગે જામિયા મિલિયા ઈસ્લામિયા(દિલ્હી)(Jamia Milia Islamia University) અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં(Aligadh Muslim University) વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા(Priyanka Gandhi Vadra) ઈન્ડિયા ગેટ(India Gate) સાંજે 4 કલાકે ધરણા પર બેઠા હતા. પોલીસ દ્વારા સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં રાખીને તેમને ધરણા સમાપ્ત કરવા માટે વિનંતી કરાઈ હતી. આથી પોલીસની વિનંતીને ધ્યાનમાં રાખીના પ્રિયંકા ગાંધીએ સાંજે 7 કલાકે ધરણા સમાપ્ત કરી દીધા હતા.
પ્રિયંકા ગાંધીએ ધરણા સમાપ્ત કરવાની સાથે જ જણાવ્યું કે, કોંગ્રેસ જામિયા મિલાયા વિદ્યાર્થીઓની પડખે છે. નાગરિક્તા કાયદો બંધારણની વિરુદ્ધ છે. વિદ્યાર્થીઓ, યુવાનો દેશનો આત્મા છે અને વિદ્યાર્થીઓ પર હુમલો દેશના આત્મ પર હુમલા સમાન છે. વિરોધ કરવો તેમનો અધિકાર છે. હું પણ એક માતા છું. તમે તેમની લાયબ્રેરીમાં પ્રવેશ કર્યો હતો, તેમને ખેંચીને બહાર કાઢ્યા અને તેમને માર માર્યો હતો. આ બાબત અત્યાચાર છે. પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પડેલ, ગુલામ નબી આઝાદ, એ.કે. એન્ટની, કે.સી. વેણુગોપાલ અને પી.એલ. પુનિયા સહિત અનેક નેતાઓ પણ ધરણા બેઠા હતા.
નાગરિક્તા સંશોધન કાયદો-2019: સુપ્રીમ તમામ અરજીઓ પર 18 ડિસેમ્બરના રોજ કરશે સુનાવણી
દિલ્હી મધ્ય પોલીસના ડેપ્યુટી કમિશનર મનદીપ સિંહ રંધાવાના અનુસાર, જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલી મારામારીમાં 30 પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે, આ દરમિયાન લગભગ 100 ખાનગી વાહનોને નુકસાન પહોંચ્યું છે અને 39 પ્રદર્શનકર્તા ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે, આ કેસની તપાસ અપરાધ શાખાને સોંપવામાં આવી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube