નવી દિલ્હીઃ નાગરિક્તા સુધારા કાયદો-2019(Citizenship Amendment Act) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ(Supreme Court) બુધવાર(18 ડિસેમ્બર)ના રોજ સુનાવણી હાથ ધરશે. ત્રિપુરાના મહારાજા અને કમલ હાસનની પાર્ટી MNM દ્વારા સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) અરજી દાખલ કરીને આ સમગ્ર બાબતે વહેલા સુનાવણીની માગ કરાઈ હતી. નાગરિક્તા સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી એક ડઝન કરતાં પણ વધુ અરજીઓ દાખલ થઈ ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ(Jairam Ramesh), તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈદ્રાએ(Mahua Moitra) પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નાગરિક્તા સુધારા કાયદાને પડકાર ફેંક્યો છે. અરજીમાં નાગરિક્તા સંશોધન કાયદાને(Citizenship Amendment Act) ગેરબંધારણિય (Unconstitutional) જણાવતા તેને રદ્દ કરવાની માગણી કરાઈ છે. 


જામિયાના વિદ્યાર્થીઓ દ્વારા ટ્વિટ 'લાઇક' મુદ્દે અક્ષય કુમારે કહ્યું- 'ભૂલથી થયું, હું સમર્થન કરતો નથી


જયરામ રમેશે અરજીમાં માગણી કરી છે કે, સુપ્રીમ કોર્ટ નાગરિક્તા સુધારા કાયદા-2019ને સમાનતાના અધિકારનું ઉલ્લંઘન જણાવીને રદ્દ જાહેર કરે. આ ઉપરાંત, એવું પણ જાહેર કરે કે આ કાયદો 1985ના અસમ કરાર વિરુદ્ધ છે. આ કાયદો સુપ્રીમ કોર્ટ દ્વારા સરબાનંદ સોનોવાલ કેસમાં આપવામાં આવેલા ચૂકાદાનું પણ ઉલ્લંઘન કરે છે, આથી તેને રદ્દ કરવામાં આવે. જયરામ રમેશે એવી પણ માગણી કરી છે કે, કોર્ટ એવું પણ જાહેર કરે કે નાગરિક્તા સુધારા કાયદો એ આંતરરાષ્ટ્રીય કરારોનું પણ ઉલ્લંઘન કરે છે, જેના પર ભારત સરકારે હસ્તાક્ષર કરેલા છે.


આ બાજુ, જામિયા મિલિય અને અલીગઢ યુનિવર્સિટીમાં હિંસાનો કેસ પણ સુપ્રીમ કોર્ટ પહોંચી ચુક્યો છે. આજે કોર્ટમાં વકીલોએ મુખ્ય ન્યાયાધિશની કોર્ટમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. તેના અંગે મુખ્ય ન્યાયાધિશે જણાવ્યું કે, અમે એવું નથી કહી રહ્યા કે કોણ નિર્દોષ છે અને કોણ ખોટું? અમે માત્ર એ ઈચ્છીએ છીએ કે, જે તોફાનો થઈ રહ્યા છે તે શાંત થવા જોઈએ. આ મુદ્દે પણ સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી હાથ ધરવાની છે. 


નાગરિકતા સંશોધન બિલ પર PM મોદીનું ટ્વિટ, 'નાગરિકતા બિલ પર હિંસા દુર્ભાગ્યપૂર્ણ'


વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવાયો હતો. તેમણે જણાવ્યું કે, કેટલાક વિદ્યાર્થીઓની ગેરકાયદેસર ધરપકડ કરાઈ છે અને વિદ્યાર્થી લાપતા છે. વિદ્યાર્થીઓના માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. 


નાગરિકતા કાનૂન વિરૂદ્ધ લખનઉમાં હિંસા, નદવા કોલેજમાં વિદ્યાર્થીએ પોલીસ પર કરી પથ્થરમારો


મુખ્ય ન્યાયાધિશે આ અંગે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, હિંસા થઈ રહી છે, તેને સહન કરી શકાય નહીં. કોર્ટ આવતીકાલે આ મુદ્દે સુનાવણી હાથ ધરશે, પરંતુ તેના પહેલા હિંસા બંધ થવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....