જામિયાના વિદ્યાર્થીઓ દ્વારા ટ્વિટ 'લાઇક' મુદ્દે અક્ષય કુમારે કહ્યું- 'ભૂલથી થયું, હું સમર્થન કરતો નથી

નાગરિકતા સંશોધન બિલ (CAB)ને લઇને દેશન ઘણા ભાગોમાં હિંસા થઇ રહી છે. જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. રવિવારે આ વિરોધ હિંસક થઇ ગયો હતો. હવે આ મામલે અક્ષય કુમારની ટ્વિટ પર વાયરલ થઇ રહી છે. જોકે તેમનાથી જામિયાના વિદ્યાર્થીની ટ્વિટ ભૂલથી લાઇક થઇ ગઇ હતી, ત્યારબાદ તેમાં અનલાઇક કરી દીધું. 

જામિયાના વિદ્યાર્થીઓ દ્વારા ટ્વિટ 'લાઇક' મુદ્દે અક્ષય કુમારે કહ્યું- 'ભૂલથી થયું, હું સમર્થન કરતો નથી

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ (CAB)ને લઇને દેશન ઘણા ભાગોમાં હિંસા થઇ રહી છે. જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. રવિવારે આ વિરોધ હિંસક થઇ ગયો હતો. હવે આ મામલે અક્ષય કુમારની ટ્વિટ પર વાયરલ થઇ રહી છે. જોકે તેમનાથી જામિયાના વિદ્યાર્થીની ટ્વિટ ભૂલથી લાઇક થઇ ગઇ હતી, ત્યારબાદ તેમાં અનલાઇક કરી દીધું. 

અક્ષય કુમારે ટ્વિટ કરીને કહ્યું કે હું સ્ક્રોલ કરી રહ્યો હતો ત્યારે ભૂલથી લાઇકનું બટન દબાઇ ગયું. જ્યારે મને આ વાતનો અહેસાર થયો મેં તેને અનલાઇક કરી દીધું. હું આ પ્રકારની ગતિવિધિઓને સમર્થન કર્યો નથી. અક્ષય કુમારની આ ટ્વિટ પર લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે આ મુદ્દે એક્ટર પ્રોડ્યૂસર કમાન ખાને પણ ટ્વિટ કર્યું છે. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે અમિત શાહજીએ સ્પષ્ટ કહ્યું છે કે મુસલમાનોને ભારતમાં ડરવાની જરૂર નથી. સરકાર તેમને બહાર કરી રહી નથી, આ ધારાસભ્ય કેટલાક જરૂરિયાતમંદ લોકોને નાગરિકતા આપવા માટે છે. હું સમજી શકતો નથી કે લોકો કેટલાક નેતાઓની વાતોમાં આવીને હિંસક કેમ થઇ રહ્યા છે. 

આમ તો આ મુદ્દે અભિનેતા ફરહાન અખ્તર ટ્રોલ થઇ રહ્યા છે. એક યૂઝરે ફરહાન અખ્તર (Farhan Akhtar)ને ટેગ કરતાં ટ્વિટ કર્યું હતું કે પોતાની કોમ સુધી વાત પહોંચાડતાં મેરા દેશની સંપત્તિને બરબાદ ન કરે. પછી જ્યારે તેમની ધરપકડ કરીને મારઝૂડ કરવામાં આવશે, તો રડતા નહી. યૂઝરે આ ટ્વિટમાં જાવેદ અખ્તર અને શબાના આઝમીને પણ ટેગ કર્યા હતા. તેના જવાબમાં ફરહાન અખ્તરે ટ્વિટ કર્યું- 'બીગોટ નંબર 1' (કટ્ટર નંબર વન) હું ડેવિડ ધવનને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તમને 'કટ્ટર નંબર વન'માં કાસ્ટ કરે. તમે આ રોલ માટે પરફેક્ટ છો. ફરહાન અખ્તરે હિંસાની ત્યાગની અપીલ કરવાના બદલે આવું ટ્વિટ કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news