લખનઉ:   નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને સમગ્ર ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં હિંસા કરનારા અને સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓની ઓળખ કરીને હવે જિલ્લા વહીવટીતંત્ર તેમને નોટિસ ફટકારી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સાર્વજનિક અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા આરોપીી ઓળખ કરીને 373 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Citizenship Amendment Act: લખનઉમાં વિરોધની આડમાં થયેલી હિંસાનું નીકળ્યું ચોંકાવનારું કાશ્મીર કનેક્શન!


હકીકતમાં લખનઉ (Lucknow) માં 19 ડિસેમ્બરના રોજ થયેલી હિંસાની ઘટના બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યા હતાં કે જે લોકોએ પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું તેમની ઓળખ કરીને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે. નોટિસમાં મોટાભાગના એવા લોકો સામેલ છે જેમની ઓળખ વિરોધ પ્રદર્શન અને ધરપકડ વખતે લેવાયેલા વીડિઓ અને તસવીરોને સ્કેન કરીને કરાઈ છે. 


નાપાક હરકત કરતા પાકિસ્તાનને ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, 2 PAK સૈનિકો ઠાર 


કયા કયા જિલ્લામાં મોકલાઈ નોટિસ
રામપુર, સંભલ સહિત મુરાદાબાદ મંડલમાં 200, લખનઉમાં 110, ફિરોઝાબાદમાં 29, ગોરખપુરમાં 34, રામપુરમાં 28 ઉપદ્રવીઓને સંપત્તિ વસૂલીની નોટિસ મોકલવામાં આવી છે. બિજનોરમાં 20 ડિસેમ્બરે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન થયેલા નુકસાનની આકરણી કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે 43 લોકોને વસૂલાતની નોટિસ ફટકારી છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....