નાગરિકતા સંશોધન બિલ 2019 : પડોશી દેશોમાંથી આવેલા શરણાર્થીઓની સંખ્યા કેટલી?
આ બિલ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) વિરોધ પક્ષના આરોપોને ફગાવી દેતા જણાવ્યું કે, `હું વિશ્વાસ અપાવું છું કે, આ બિલ(Bill) ભારતીય બંધારણની કોઈ પણ અનુચ્છેદનું ઉલ્લંઘન કરતું નથી અને કોઈ પણ નાગરિકને તેના અધિકારોથી વંચિત કરવામાં નહીં આવે.`
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં નાગરિકતા(સંશોધન) બિલ-2019 (Citizenship Amendment Bill-2019) રજુ કર્યું હતું. વિરોધ પક્ષો દ્વારા તેને મુળભૂત રીતે ગેરબંધારણિય જણાવ્યું અને ભારતીય બંધારણના અનુચ્છેદ-14નું ઉલ્લંઘન જણાવતા આ બિલ(Bill) બાબતે સખત વાંધો ઉઠાવ્યો હતો. નિચલા ગૃહમાં આ બિલની તરફેણમાં 293, જ્યારે વિરોધમાં 82 મત પડ્યા હતા.
આ બિલ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) વિરોધ પક્ષના આરોપોને ફગાવી દેતા જણાવ્યું કે, "હું વિશ્વાસ અપાવું છું કે, આ બિલ(Bill) ભારતીય બંધારણની કોઈ પણ અનુચ્છેદનું ઉલ્લંઘન કરતું નથી અને કોઈ પણ નાગરિકને તેના અધિકારોથી વંચિત કરવામાં નહીં આવે."
નાગરિક્તા સંશોધન બિલઃ ખોટું સાબિત કરી આપો, બિલ પાછું ખેંચી લઈશ- અમિત શાહ
બીજી વખત શરૂ થયેલી ચર્ચામાં વિરોધ પક્ષના સવાલોનો જવાબ આપતા અમિત શાહે(Amit Shah) કહ્યું કે, "હું ફરીથી સ્પષ્ટ કરવા માગું છું કે કોઈની સાથે અન્યાય નહીં થાય. થશે તો ન્યાય જ થશે. જો તમે આ બિલને ખોટું સાબિત કરી આપશો તો હું તેને પાછું ખેંચી લઈશ. રાજકીય એજન્ડા શું હોય છે? દરેક પાર્ટી ચૂંટણીમાં ઘોષણાપત્ર બહાર પાડે છે. આ એક બંધારણિય પ્રક્રિયા છે. મારું માનવું છે કે, પાર્ટીની વિચારધારા અને ઘોષણાપત્રના આધારે ચૂંટણી લડવી જોઈએ. આ ઘોષણાપત્ર દેશની પ્રજાની લાગણીઓનું પ્રતિનિધિ હોય છે. 2014 અને 2019 બંને ઘોષણાપત્રમાં અમે કહ્યું હતું કે, અમે પડોશી દેશોના સ્થળાંતરિત કરીને આવેલા લઘુમતિ સમુદાયના લોકોને નાગરિકત્વ નહીં આપીએ."
ધર્મના આધારે જો કોંગ્રેસે ભાગલા ના પાડ્યા હોત તો આ બિલની જરૂર ન પડી હોત: અમિત શાહ
ભારતમાં શરણાર્થીઓની સંખ્યા
- શ્રીલંકાના શરણાર્થીઃ 62,000
- તિબ્બતના શરણાર્થીઃ 1 લાખથી વધુ
- મયાંમારના શરણાર્થીઃ 36,000
- પાકિસ્તાનના હિન્દુ શરણાર્થીઃ 400 કેમ્પ
- અન્ય દેશના શરણાર્થીઃ 2 લાખથી વધુ
- શ્રીલંકા અને અન્ય દેશના શરણાર્થીના કેમ્પઃ 110
- તિબેટના શરણાર્થીઓના કેમ્પઃ 39
અમરેલીમાં ઘૂસેલા આદમખોર દીપડાને ઝડપી લેવા માસ્ટરપ્લાન, જુઓ વીડિયો...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....